Suhani Bhatnagar Passes Away: બોલિવુડમાં આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. આમીર ખાનની સુપરહીટ ફિલ્મ દંગલમાં નાનકડી બબીતા ફોગટનું પાત્ર ભજવનાર બાળ કલાકાર સુહાની ભટનાગરનું નિધન થયું છે. સુહાની માત્ર 19 વર્ષની હતી. જુનિયર બબીતા ફોગટ બનનારી બાળ કલાકાર સુહાની ભટનાગર હતી. જે છેલ્લા કેટલાક સમયથી બીમાર હતી. તેની એઈમ્સમાં સારવાર ચાલી રહી હતી. પરંતુ તમામ પ્રયાસો છતાં તેનો જીવ બચાવી શકાયો ન હતો. આજે 17 ફેબ્રુઆરીએ તેનું નિધન થયું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુહાનીના નિધનથી તેના પરિવાર પર દુખોનો પહાડ તૂટી પડ્યો છે. એક્ટ્રેસના માતાપિતા હાલ ઊંડા શોકમાં ગરકાવ થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સુહાની તેના પરિવાર સાથે ફરીદાબાદમાં રહેતી હતી. શનિવારે સવારે તેણે અંતિમ શ્વાસ લીધા હતા. રિપોર્ટ અનુસાર, તેના અંતિમ સંસ્કાર અજરોંદા સ્વર્ગ આશ્રમમાં કરવામાં આવશે.


ચારણોની લડાઈ પોલીસ સ્ટેશન પહોંચી : ગીગા ભમ્મર વિરુદ્ધ ગુજરાતમાં બે ફરિયાદ નોંધાઈ


 


ચારણ અને આહીરને મામા ભાણેજનો સબંધ કેમ ગણાય છે? સદીઓની પરંપરા પાછળ છે રસપ્રદ ઈતિહાસ