નવી દિલ્હી: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા  (Taarak Mehta Ka ooltah Chashmah) ના દયાભાભી એટલે કે દિશા વાકાણીને તો દરેક જણ જાણે છે. નાના પડદે દિશા લાંબા સમયથી ગાયબ છે. પરંતુ તેનું દયભાભીનું પાત્ર આજે પણ એટલું જ લોકપ્રિય છે. ફેન્સને આજે પણ આશા છે કે દિશા વાકાણી જલદી દયાભાભીની ભૂમિકામાં પાછી ફરશે. આ બધા વચ્ચે હાલ દિશા વાકાણીનો એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'નો નથી પરંતુ એક ડાન્સ નંબર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિશાનો ધમાકેદાર ડાન્સ
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ગુજરાતી વહુ દયા એટલે કે દિશા વાકાણી આ વખતે ગુજરાતી ગરબા નથી કરી રહી. પરંતુ વાયરલ થઈ રહેલા વીડિયોમાં તે માછીમારોવાળો ડાન્સ કરી રહી છે. દિશા વાકાણીનો આ અવતાર કદાચ ફેન્સે પહેલીવાર જોયો હોય. આ વીડિયોમાં દિશા વાકાણી દરિયા કિનારે એક બંગલો...ગીત પર નાચતી જોવા મળે છે. તેનો આ ડાન્સ ખુબ ધમાકેદાર છે. 


SUSHANT SINGH RAJPUT DEATH ANNIVERSARY: TV થી ફિલ્મો સુધીની કારકિર્દી ભલે રહી નાની, પરંતુ લોકોના દિલમાં કાયમ માટે વસી ગયો સુશાંત


બોલ્ડ અંદાજમાં દિશા
વીડિયોમાં દિશા વાકાણીએ ગોલ્ડન સ્કર્ટ અને બેકલેસ ચોલી પહેરી છે. વીડિયોમાં તે ખુબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. દિશાનો આ વીડિયો ખુબ આમ તો જૂનો છે પરંતુ હાલ વાયરલ થઈ રહ્યો છે. વર્ષો જૂના આ વીડિયોમાં પણ દિશા વાકાણી નટખટ અદાઓમાં જોવા મળી રહી છે. દિશા આ ગીતમાં એક ચોરની ભૂમિકા ભજવી રહી છે. જે પોલીસનું ખિસ્સુ કાપી લે છે. દિશાના આ કારનામા બાદ તે માછીમારોની વસ્તીમાં પહોંચી જાય છે અને પછી દરિયા કિનારે એક બંગલો...ગીત શરૂ થાય છે. 


જુઓ VIDEO


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube