નવી દિલ્હીઃ JNU વિદ્યાર્થીને સમર્થન આપ્યા બાદથી દીપિકા પાદુકોણની ફિલ્મ છપાક વિવાદોમાં આવી ગઈ છે. એક તરફ જ્યાં ફિલ્મને બાયકોટ કરવાની માગ થઈ રહી છે. તો હવે મેકર્સ પણ સવાલોના ઘેરામાં આવી ગયા છે. રિપોર્ટ પ્રમાણે છપાકમાં રિયલ એસિડ એટેકના આરોપી નદીમ ખાનનું નામ બદલીને રાજેશ કરી દેવામાં આવ્યું છે. મુસ્લિમ આરોપીનું નામ બદલીને ફિલ્મમાં હિન્દુ દેખાડવા પર લોકોએ વાંધો ઉઠાવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્વીટર પર રાજેશ અને નદીમ ખાન નામ ટ્રેન્ડ થઈ રહ્યાં છે. લોકોએ છપાકના મેકર્સના ઉદ્દેશ્ય પર સવાલ ઉઠાવ્યો છે. એક યૂઝરે લખ્યું- લક્ષ્મી અગ્રવાલના ચહેરા પર નદીમ ખાને એસિડ ફેક્યું હતું. મારો સવાલ છે કે શું ફિલ્મમાં નદીમ ખાનના નામને હિન્દુ નામ રાજેશમાં ફેરવવામાં આવ્યું છે. શું શરમજનક હિન્દુ હજુ પણ ફિલ્મને જોશે. 


જ્યારે અનિલ કપૂરે આમિર ખાનને આપી ખાસ સલાહ, સાંભળીને તમે પણ ચોંકી જશો


10 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહેલી છપાક આવ્યા બાદ ખ્યાલ આવી જશે કે આરોપીનું નામ બદલવામાં આવ્યું છે કે નહીં. પરંતુ ફિલ્મમાં લક્ષ્મી અગ્રવાલનું નામ માલતી રાખવામાં આવ્યું છે. પરંતુ નામની સાથે ધર્મ બદલવા પર સોશિયલ મીડિયા પર મેકર્સે નારાજગીનો સામનો કરવો પડી રહ્યો છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો બોલીવુડના અન્ય સમાચાર