Bollywood Actresses Fee For South Movies: બોલીવુડને જે એક પછી એક ઝટકા લાગી રહ્યા છે તેના કારણે બોલીવુડના સ્ટાર્સ પણ સાઉથ તરફ આગળ વધી રહ્યા છે. સંજય દત્ત સાઉથમાં વિલન તરીકે પકડ જમાવી ચૂક્યા છે. સદીના મહાનાયક અમિતાભ બચ્ચન પણ પ્રભાસ સાથે એક તેલુગુ ફિલ્મ કરી રહ્યા છે. મિથુન ચક્રવર્તીનો દીકરો પણ તમિલ ફિલ્મ કરી રહ્યો છે. તો સાથે જ હવે અભિનેત્રીઓ પણ ફુલ સ્પીડમાં સાઉથ તરફ જતી જોવા મળે છે. બોલીવુડની સુપરસ્ટાર દીપિકા પાદુકોણ પ્રભાસ સાથે એક ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે દિશા પટની પણ હશે. જોકે આ પ્રોજેક્ટ કરતા વધારે ચર્ચા દીપિકાની ફી ની થઈ રહી છે. તેને લઈને ચર્ચા થઈ રહી છે કે જો બોલીવુડની અભિનેત્રીઓ સાઉથમાં જાય તો તેની ફી માં મોટો ફેરફાર થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


Gadar 2: તારાસિંહ અને સકીના બનવા માટે સની-અમીષાએ લીધા આટલા કરોડ, જાણીને થશે આશ્ચર્ય


બીજા લગ્ન કર્યા પછી પણ પોતાનાથી 27 વર્ષ નાની આ અભિનેત્રીના પ્રેમમાં પડ્યા ધર્મેન્દ્ર


Netflix પર આવશે આ 5 પોપ્યુલર શોની ત્રીજી સિઝન, જોઈ લો તમારા ફેવરીટ શો લિસ્ટમાં છે ?


બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રીઓને લેવાથી સાઉથની ફિલ્મોનું બજેટ પણ વધી જાય છે. તોલિવૂડમાં અભિનેત્રીઓ સામાન્ય રીતે એક થી ત્રણ કરોડ રૂપિયા વચ્ચેની ફી લે છે. ફિલ્મ પુષ્પા માટે રશ્મિકાને એક કરોડથી મળી હતી. પરંતુ હવે પુષ્પા ટુ માટે તેની ફી પાંચ કરોડ થઈ ગઈ છે. 


બોલીવુડની અભિનેત્રી દીપિકા, જાનવી કપૂર અને કિયારા અડવાણીની વાત કરીએ તો સાઉથમાં તેની ફી બોલીવુડ કરતા વધી ગઈ છે. ચર્ચા છે કે જાનવી કપૂર એ તાજેતરમાં જ એનટીઆરની 30 મી ફિલ્મમાં પોતાની ભૂમિકા માટે 5 કરોડ રૂપિયા તરીકે લીધા છે. સાથે જ કિયારા અડવાણી નિર્દેશક શંકરની ફિલ્મમાં રામચરણની હિરોઈન તરીકે જોવા મળશે અને આ ફિલ્મ માટે તેણે 4 કરોડ રૂપિયા લીધા છે. જોકે સાઉથમાં સૌથી મોંઘી દીપિકા પાદુકોણ છે. પ્રભાસ સાથેના તેના પ્રોજેક્ટ માટે તેને 10 કરોડ રૂપિયા ફી તરીકે લીધા છે.