નવી દિલ્લીઃ બોલિવુડની હાલની ટોચની અભિનેત્રીઓમાં સામેલ દીપિકા પાદુકોણે તેના અભિનયથી ભારતીય દર્શકોના દિલ જીત્યા છે, દીપિકા પાદુકોણ હાલ રણવીર સિંહ સાથે સફળ લગ્નજીવન વિતાવી રહી છે. એકસમયે દીપિકા રણબીર સાથે ગંભીર રિલેશનમાં હતી, પરંતું આજે દીપિકા બધુ ભૂલીને આગળ વધી ગઈ છે. દીપિકાએ રામલીલા. પદ્માવત અને બાજીરાવ મસ્તાની જેવી ફિલ્મોમાં શ્રેષ્ઠ અભિનય કર્યા છે. એકસમયના લવ બર્ડઝ કહેવાતા રણબીર-દીપિકાની પ્રેમકહાની લાંબી ન ચાલી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દીપિકા રણબીરના પ્રેમમાં હતી ગળાડૂબ:
દીપિકા પાદુકોણે શાહરૂખ ખાન સાથેની ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ' થી ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું, તેની સામે રણબીર કપૂરની પહેલી ફિલ્મ 'સાવરિયા' રિલીઝ થઈ હતી. ત્યારબાદ ઈવેન્ટસમાં, સક્સેસ પાર્ટીમાં બંને સાથે જોવા મળ્યા. દીપિકા-રણબીર વચ્ચે 'બચના યે હસીનો'ના શુટિંગ દરમિયાન પ્રેમ પાંગળ્યો. ત્યારબાદ બંનેના અફેર્સની ચર્ચા સતત થતી રહી. દીપિકા-રણબીરે પોતાના પ્રેમનો ઘણીવાર જાહેરમાં એકરાર કર્યો. દીપિકા રણબીરને એટલો પ્રેમ કરવા લાગી કે તેને ગળામાં RK નામનું ટેટું ચીતરાવ્યું.


રણબીરના રંગીન મિજાજથી સંબંધમાં તિરાડ:
રણબીર- દીપિકા વચ્ચે સિરીયસ રિલેશનશીપ હતી, ત્યા સુધી બંને વચ્ચે લગ્નની પણ ચર્ચાએ જોર પકડ્યુ હતું, તે સમયગાળામાં રણબીર કેટરિના કૈફની નજીક આવ્યો હતો, રણબીર-કેટરીના તે સમયે સાથે ફિલ્મો કરી રહ્યા હતા. દીપિકા જ્યારે રણબીર સાથે રિલેશનમાં હતી ત્યારે ઈમાનદારીથી સંબંધ નિભાવ્યો હતો. મીડિયા રિપોર્ટસ પ્રમાણે દીપિકાએ રણબીરને રંગે હાથ પકડી દીધો હતો. ત્યારબાદ દીપિકાએ રણબીરનો સાથ છોડી દીધો. રણબીર સાથે બ્રેકઅપ બાદ દીપિકા માનસિક તણાવમાં ગરકાવ થઈ ગઈ. દીપિકાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે- મારા માટે રિલેશન માત્ર શારીરિક સંબંધ પૂરતું નહોતું, પરંતું મનની લાગણીઓથી જોડાયેલ હતું. મેં ઈમાનદારીથી સંબંધ નિભાવ્યો પરંતું મને સતત બેવકૂફ બનાવવામાં આવી. બ્રેકઅપ પછી દીપિકા સંપૂર્ણ રીતે તૂટી ગઈ હતી.


દીપિકાએ 'કોફી વિથ કરણ'માં આપેલું નિવેદનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો હતો. દીપિકાએ કહ્યું- 'રણબીરને હું કોન્ડોમનું પેકેટ ગિફ્ટ આપીશ કેમ કે તે તેનો ઘણો ઉપયોગ કરે છે' દીપિકા-રણબીર વચ્ચે બ્રેકઅપ થયા બાદ બંને યે જવાની હૈ દિવાની અને તમાશા ફિલ્મમાં સાથે જોવા મળ્યા હતા. ભલે બંને વચ્ચે બ્રેકઅપ થઈ ગયું પરંતું આ  ફિલ્મોમાં બંને વચ્ચે ગજબ કેમેસ્ટ્રી જોવા મળી. બંને હવે સારા મિત્રો છે, દીપિકા રણબીર સિંહ સાથે લગ્નજીવન પસાર કરી રહી છે તો રણબીર કપૂર હાલ આલિયા ભટ્ટ સાથે રિલેશનમાં છે.