મુંબઈ: આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્ર અને અફેરના કારણે ચર્ચામાં રહેલા રણબીર કપૂર અને આલિયા ભટ્ટને લઈને એક મોટો ખુલાસો થયો છે. બોલિવૂડ લાઈફના અહેવાલ મુજબ રણબીર અને આલિયાના અફેરની વાત બોલિવૂડ અભિનેત્રી અને રણબીરની એક્સ ગર્લફ્રેન્ડ દીપિકા પાદૂકોણને પહેલેથી જ ખબર હતી. રિપોર્ટ્સ મુજબ રણબીરે આલિયા સાથેના પોતાના સંબંધની શરૂઆત કરતા પહેલા દીપિકાને આ અંગે જણાવ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે રણબીર અને આલિયાના સંબંધની શરૂઆત જ ફિલ્મ બ્રહ્માસ્ત્રના સેટથી થઈ હતી. શરૂઆતમાં તો બંને એક બીજા સાથે સંબંધ હોવાની વાતને કબુલતા જ નહતાં. પરંતુ જીક્યુ મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યુમાં રણવીરે બધાની સામે સંબંધ કબુલ્યો અને જાહેરાત પણ કરી કે તેના એક ખાસ મિત્રને સંબંધ અંગે પહેલેથી જ જાણકારી હતી.



રણબીર અને દીપિકાના એક કોમન ફ્રેન્ડનું કહેવું છે કે બ્રેકઅપ બાદ પણ બંને ખુબ સારા મિત્રો છે અને પોતાના અનેક સિક્રેટ એક બીજા સાથે શેર કરે છે. તેણે કહ્યું કે જેવું રણબીરે દીપિકાને આલિયા સાથે સંબંધ અંગે જણાવ્યું તો તે ખુબ ખુશ થઈ ગઈ હતી.


અત્રે જણાવવાનું કે આલિયા અને રણબીર બંને મોટા પડદે બ્રહ્માસ્ત્ર દ્વારા ધડાકો કરવાની કોશિશ કરવાના છે. આ ફિલ્મનું નિર્માણ ધર્મા પ્રોડક્શન હેઠળ કરવામાં આવી રહ્યું છે. ફિલ્મનું નિર્દેશન અયાન મુખરજી કરે છે. ફિલ્મ અંગે વાત કરતા અયાને જણાવ્યું હતું કે હાલ આ અંગે હું કશું કહી શકું તેમ નથી પરંતુ એટલું કહીશ કે આ એક આધુનિક સમયની ફિલ્મ છે. ફિલ્મમાં ઉપયોગમાં લેવાયેલા કોસ્ચ્યુમ અંગે અયાને કહ્યું કે લોકોને અંદાજો પણ નહીં હોય તેવા કોસ્ચ્યુમ ફિલ્મમાં જોવા મળશે.