નવી દિલ્હી: બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં આ દિવસે લગ્નની સિઝન ચાલી રહી છે. આ વર્ષે 2018માં સોનમ કપૂર અને આનંદ આહુજા, અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી પછી પિયંકા ચોપડા અને નિક જોનાસ અને દીપિકા-રણવીરના લગ્નના સમાચાર ફરતા થયા છે. જોકે, હજુ સુધી દીપિકા-રણવીર તરફથી કોઇ ઓફિસિયલ એનાઉસમેન્ટ કરવામાં આવી નથી. આ જોડી બોલીવુડની સૌથી રોમાંટિક કપલમાંથી એક છે. ફિલ્મફેયરના અનુસાર આ જોડી ઇટલીમાં 20 નવેમ્બરે સિંધી રિતી રિવાજથી લગ્ન કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ લગ્નમાં માત્ર પરિવારના ઉપરાંત મિત્રોને ગણીને કુલ 30 ખાસ મહેમાનોને બોલાવવામાં આવશે અને બધા મહેમાનોના મોબાઇલ ફોન લઇને જાવા પર મનાઇ કરવામાં આવી છે. જેનાથી લગ્નના ફોટોગ્રાફ્સ લીક ના થઇ શેક. દીપિકા પાદુકોણની માતા ઉજલા પાદુકોણ લગ્નના દસ દિવસ પહેલા વર અને વધુ માટે બેંગલુરૂમાં નંદી પૂજા કરવાનું પ્લાનિંગ કરી રહી છે. દીપિકા અને રણવીરના નજીક સુત્રોએ લગ્નની તારીખ અને મહેમાનોનું લીસ્ટના વિશે કંફર્મ કર્યું છે. લગ્ન ઇટલીના લેક કોમોમાં થશે. આ લગ્નમાં 30 નજીકી લોકોને બોલાવવામાં આવશે. ઇટલીમાં લગ્ન કર્યા પછી આ કપલ મુંબઇમાં ભવ્ય રિસેપ્શનનું આયોજન કરશે.



વર્ષ 2014માં રિલઝ થયેલી લીલા ભંસાલીની ફિલ્મ ‘રામલીલા’ના સેટ પર આ બંનેને એક-બીજા સાથે પ્રેમ થઇ ગયો હતો. જ્યારે તેમના ફેન્સ વચ્ચે દીપવીરના નામથી જાણીતા રણવીર-દીપીકાએ ફિલ્મ ‘ગોલિયો કી રાસલીલા: રામલીલા’, ‘બાજીરાવ મસ્તાની’ અને ‘પદ્માવત’માં સાથે કામ કર્યું છે. થોડા દિવસો પહેલા બંને યુએસમાં રજા માણતા જોવા મળ્યા હતા. જોકે રણવીર સિંહ પરત મુંબઇ ફરી પોતાના પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે અને દીપિકા ફિલ્મ ‘સપના દીદી’માં ટુંક સમયમાં જોવા મળશે. આ ફિલ્મ ગાંધી જયંતીના (2 ઓક્ટોબર) દિવસે રિલીઝ થવાની છે. આ ઉપરાંત બીજી કોઇપણ ફિલ્મ દીપિકાએ સાઇન કરી નથી. આ વિષય પર એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, તેના લગ્નની તૈયારીઓના કારણે દીપિકાએ બીજી કોઇ ફિલ્મમાં સાઇન કરી નથી.