નવી દિલ્હી : એક અઠવાડિયા પહેલાં પતિ રણવીર સિંહ (Ranveer Singh) સાથે લંડનથી ભારત પરત આવેલી દીપિકા પાદુકોણ (Deepika Padukone) બુધવારે બાપ્પાના દર્શન કરતી જોવા મળતી હતી. દીપિકા બુધવારે રાત્રે મુંબઈના પ્રસિદ્ધ લાલબાગ ચા રાજા (Lalbaugchaa Raja)ના દર્શન માટે પહોંચી હતી. આ સમયે તે ખૂબસુરત ગોલ્ડન સાડીમાં જોવા મળી હતી. દીપિકાએ હેવી વર્કવાળી સાડી સાથે લાંબા ઝુમકાં પહેર્યા હતા. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...