મુંબઈ: ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એ્ન્ટ્રી માટે પદ્માવત સ્ટાર દીપિકા પાદૂકોણને અજીબોગરીબ સલાહો મળતી હતી. દીપિકાએ ક્યારેય ઈન્ડસ્ટ્રીમાં સેક્સિઝમ અંગે કોઈ વાત કરી નથી. પરંતુ આ વખતે તેણે એક મેગેઝીન ઈવનિંગ સ્ટાન્ડર્ડને આપેલા ઈન્ટરવ્યુમાં પોતાના સ્ટ્રગ્લિંગ પીરિયડ અંગે જણાવ્યું ત્યારે તેણે કહ્યું કે ઈન્ડસ્ટ્રીમાં તેને હિટ થવા માટે અજીબો ગરીબ ફંડા સૂચવવામાં આવતા હતાં. દીપિકાને ઈન્ડસ્ટ્રીમાં ટકી રહેવા માટે બૂબ જોબ (બ્રેસ્ટ સર્જરી) સુદ્ધાની સલાહ અપાઈ હતી. જેથી કરીને તેને ફિલ્મોની ઓફર આવે અને નિર્માતા-નિર્દેશકોની લિસ્ટમાં તે પ્રવેશી શકે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દીપિકા પાદૂકોણે જણાવ્યું કે 'એવી કોઈ ચીજ હતી જેના અંગે મને સલાહ અપાઈ હતી. કામ મેળવવા માટે મને બૂબ જોબ જેવા કામ કરવાનું કહેવાયું હતું. તેમને લાગ્યું કે કોઈ બોલિવૂડ નિર્દેશક કે નિર્માતાની નજરમાં આવવા માટે આ સૌથી યોગ્ય રીત છે. તેના માટે સરળ બની શકે છે જેનાથી માલુમ પડે કે તેણે શું મેળવવાનું છે. પરંતુ હું એ પ્રકારની વ્યક્તિ નથી. મેં હંમેશા મારા મનનું સાંભળ્યું અને તેને જ ફોલો કર્યું.'


દીપિકા એક એથલેટ રહી છે અને બોલિવૂડમાં અભિનેત્રી બનાવાનું તેનું ક્યારેય સપનું નહતું. અભિનેત્રી તે એટલા માટે બની કારણ કે તે પોતાના ઘરથી દૂર પોતાની જાતે કઈંક કરવા માંગતી હતી. દીપિકાએ કહ્યું કે પોતાની જિંદગીના એક મોટા હિસ્સામાં હું એક એથલેટ હતી. મને નહતું લાગતુ કે ક્યારેય વિચાર્યુ નહતું કે હું એક મોડલ બની જઈશ અને ત્યારબાદ અભિનેત્રી બની જઈશ. પરંતુ મને શરૂઆતથી ખબર હતી કે હું શું કરવા માંગુ છું. આ થોડુ અજીબ હતુ પણ મે જલદી પોતાને એ  અંગે ફિમિલિયર માની. મેં 17-18 વર્ષની ઉંમરમાં જ ફેસલો કરી લીધો હતો. તે ઉમરમાં તમે બસ સપનાનો પીછો કરવા માંગો અને ઘરથી દૂર જવા માંગો છો. તમને લાગે છે કે આ હકીકતમાં સારું છે. પરંતુ મને લાગે છે કે પોતાના આ ફેસલાનો એહસાસ છે.