મિત્રના લગ્નમાં મસ્તી કર્યા બાદ દીપિકા થઈ બીમાર, વાયરલ થયો PHOTO
અભિનેત્રી દીપિકા પાદુકોણે પોતાના સ્વાસ્થ્ય વિશે જાણકારી આપતા સંકેત આપ્યો છે કે તેને તાવ છે. સાથે દીપિકાએ એક ફોટો પણ શેર કર્યો છે.
નવી દિલ્હીઃ અભિનેત્રી દીપિકા પાદુકોણે (Deepika Padukone) સોમવારે જણાવ્યું કે, પોતાની ખાસ મિત્રના લગ્નમાં ખુબ મોજ-મસ્તી કર્યાં બાદ બીમાર પડી ગઈ છે. દીપિકા હાલમાં બેંગલુરૂમાં પતિ રણવીર સિંહની સાથે પોતાની મિત્રના લગ્નમાં સામેલ થઈ હતી. ઇન્ટરનેટ પર ઘણી તસવીરો અને વીડિયો છવાયા છે. જેમાં બંન્ને ડાન્સ ફ્લોર પર નાચતા જોવા મળી રહ્યાં છે.
અભિનેત્રી દીપિકા પાદુકોણે પોતાના સ્વાસ્થ્ય વિશે જાણકારી આપતા સંકેત આપ્યો છે કે તેને તાવ છે. સાથે દીપિકાએ એક ફોટો પણ શેર કર્યો છે. જે હવે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થી રહ્યો છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube