નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ (Deepika Padukone)એ સોમવારે કથિત રીતે શાહરૂખ ખાન (Shahrukh Khan)ની સાથે પોતાની નવી ફિલ્મ 'પઠાણ' (Pathan)નું શૂટિંગ શરૂ કરી દીધું છે. અભિનેત્રીએ ઇંસ્ટાગ્રામ સ્ટોરી પર સંકેત આપ્યા છે કે તેમણે નવી શરૂઆત કરી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે ઇંસ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું 'શુભ આરંભ'. અભિનેત્રીની પોસ્ટ જોઇ તેના પ્રશંસકોએ પોતાના રિએક્શન આપ્યા. એક યૂઝરે લખ્યું, 'શાહરૂખ અને દીપિકા (Deepika Padukone)ને પડદા પર એકસાથે જોવાની રાહ જોઇ રહ્યા છીએ. એક અન્યએ લખ્યું 'ઓલ ધ બેસ્ટ ફોર ન્યૂ ફિલ્મ.'

Akshay Kumar એ ફરી બદલ્યું ફિલ્મનું નામ, પૂછ્યું- શું તમે તૈયાર છો?


તમને જણાવી દઇએ કે 8 મહિના બાદ દીપિકા (Deepika Padukone)ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા જઇ રહી છે. લોકડાઉન પહેલાં શૂટિંગ પર પ્રતિબંધ લાગેલો હતો અને ત્યારથી અભિનેત્રી સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહ્યા. એટલું જ નહી, બોલીવુડમાં ડ્રગ્સ કેસમાં એનસીબીએ દીપિકા પદુકોણે તલબ કર્યું હતું અને લગભગ ત્રણથી ચાર કલાક સુધી પૂછપરછ કરી હતી. 


દીપિકા પાદુકોણ (Deepika Padukone)થોડા સમય પહેલાં સુધી સકુન બત્રાની અપકમિંગ ફિલ્મને પુરી કરવામાં લાગી હતી. ફિલ્મ 'પઠાણ'માં જ્યાં શાહરૂખ ખાન એક્શન અવતારમાં જોવા મળશે. તો બીજી તરફ જોન અબ્રાહમ ખલનાયકનું પાત્ર ભજવશે. યશરાજ ફિલ્મ 'પઠાણ'ને મોટા સ્તર પર શૂટ કરવાની પ્લાનિંગ કરી રહ્યા છે, જેના લીધે આદિત્ય ચોપડાએ આટલા મોટા બે અભિનેતાઓને સાઇન કર્યા છે. 


દીપિકા પાદુકોણ (Deepika Padukone)એ પોતાના કેરિયરની શરૂઆત પણ શાહરૂખ ખાન સાથે કરી હતી. ચેન્નઇ એક્સપ્રેસમાં બંને સાથે જોવા મળ્યા હતા. હવે ફરી એકવાર ફરી એકવાર બંને સાથે કામ કરશે.


બોલીવુડ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube