નવી દિલ્હી: દેશમાં ચાલી રહેલા લોકડાઉનને ધીરે ધીરે ખોલવામાં આવી રહ્યું છે. પરંતુ કેટલીક જગ્યાઓ પર અત્યારે પણ લોકડાઉન ચાલુ રાખવામાં આવ્યું છે. જો બોલીવુડની વાત કરીએ તો શુટિંગ શરૂ થવામાં સમય લાગશે. એવામાં આપણા સેલિબ્રિટિઝ તેમના પરિવારની સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહ્યાં છે અને આ બધા વચ્ચે તેઓ તેમના ચાહતોને ભુલ્યા નથી. સેલિબ્રિટીઝ સોશિયલ મીડિયા પર લાઈવ થયા છે અને તેમના ચાહકોને અલગ અલગ સવાલોના જવાબ આપે છે. અભિનેતા આયુષ્માન ખુરાના (Ayushmann Khurrana) તેના ચાહકો સાથે વાતચીત કરવા માટે ઇન્સ્ટાગ્રામ પર લાઈવ થયા છે. થોડી વાર બાદ તેનો સાથ આપવા રણવીર સિંહ (Ranveer Singh) આવ્યો હતો, પરંતુ તેની પત્ની દીપિકા પાદુકોણ દ્વારા ઠપકો આપતા તેણે લાઈવ બંધ કરવું પડ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- Coronavirus થી જાણિતા નિર્માતાનું થયું મોત, ઘણી હોસ્પિટલોએ ભરતી કરવાની પાડી હતી ના


લાઈવ સેશન માટે આમંત્રિત થવા પર રણવીર સિંહ આયુષ્માન ખુરાનાને જોઈન કર્યો હતો. બંનેએ વાત શરૂ કરી હતી અને ટૂંક સમયમાં જ દીપિકા (Deepika Padukone)એ રણવીરને એમ કહીને રોક્યો હતો કે તે ઝૂમ કોલ પર જઇ રહી છે, જેથી તેઓ અવાજ ન કરે. ત્યારબાદ રણવીરે કહ્યું, 'ઠીક છે બાય બાય, ભાભી ઠપકો આપી રહી છે, કહ્યું કે હું ઝૂમ કોલ પર જાઉ છું, બુમો ના પાડીશ.'


આ પણ વાંચો:- ભાઈ પર જાતીય સતામણીનો આરોપ લાગતા Nawazuddin Siddiquiએ તોડ્યુ મૌન, જાણો શું કહ્યું...


રણવીરે બાય કહ્યું અને આયુષ્માને જવાબ આપ્યો, 'હું તને પ્રેમ કરું છું અને હું તને યાદ કરું છું', જેના પર રણવીરે પ્રેમથી જવાબ આપ્યો, 'આઈ લવ યુ આયુષ' અને ઉતાવળમાં રવાના થઈ ગયો. આયુષ્માને તેના ચાહકો સાથે શેર કરેલી પોસ્ટમાં તેણે કહ્યું કે, અને તે જતો રહ્યો, કેમ કે ભાભી ઠપકો આપી રહી હતી.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube