નવી દિલ્હી: ફિલ્મી પડદા પર જુદા જુદા રોલ ભજવીને લોકોનું મનોરંજન કરનારી દીપિકા પાદુકોણ (Deepika Padukone) ટૂંક સમયમાં જ ડાકુ બનીને લોકોને લૂંટવા આવી રહી છે. અહેવાલ છે કે, દીપિકા ફરી એકવાર સંજય લીલા ભણસાલીની (Sanjay Leela Bhansali) ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવશે, જેના માટે ચર્ચા ચાલી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દીપિકા અને સંજયમાં ચાલી રહી છે વાતચીત
અમારી સહયોગી વેબસાઈટ બોલિવૂડ લાઈફ અનુસાર, સંજય લીલા ભણસાલી આ સમય તેની પ્રિય એક્ટ્રેસ દીપિકા પાદુકોણ (Deepika Padukone) સાથે 'બૈજૂ બાવરા' (Baiju Bawra) માટે વાતચીત કરી રહ્યા છે. સંજય લીલા ભણસાલી (Sanjay Leela Bhansali) અને દીપિકા પાદુકોણ વચ્ચે આ ફિલ્મના પાત્ર માટે ઘણી બેઠકો થઈ છે અને આ ફિલ્મ અંગે હજી ચર્ચા ચાલી રહી છે.


આ પણ વાંચો:- Munmun Dutta ના માર્ગ પર ચાલી Yuvika Chaudhary, કરી આ ભૂલ; ઉઠી ધરપકડની માંગ


1952 ની ડાકુ બની શકે છે દીપિકા
પોર્ટલ સાથે જોડાયેલા સૂત્ર મુજબ, જ્યારથી સંજય લીલા ભણસાલીએ (Sanjay Leela Bhansali) 'બેજુ બાવરા' (Baiju Bawra) બનાવવાનો નિર્ણય કર્યો ત્યારથી તે દીપિકા પાદુકોણને ફિલ્મમાં કાસ્ટ કરવા વિશે વિચારી રહ્યા છે. આ ફિલ્મમાં દીપિકા (Deepika Padukone) 1952 ના ડાકૌ રુપમતીની ભૂમિકા નિભાવતી જોવા મળી શકે છે. દીપિકા અને ભણસાલી બંનેએ ફિલ્મ અને પાત્ર વિશે ચર્ચા કરી છે. પેપરવર્ક કરવાનું બાકી છે અને કેટલાક પાસા બંને પક્ષે સંમત થવાના છે. ત્યારબાદ ફિલ્મ સંબંધિત બાબતોને આગળ વધારવામાં આવશે.


આ પણ વાંચો:- પ્રિયંકા ચોપડા સાથે શારીરિક સંબંધ બાંધવા પાછળ પડી ગઈ મહિલા, માંડ માંડ છોડાવ્યો પીછો!


આવતા વર્ષે શરૂ થઈ શકે છે શૂટિંગ
વેબસાઇટ અનુસાર, 'ભણસાલી' ગંગુબાઈ કાઠિયાવાડીના એડિટ અને પોસ્ટ પ્રોડક્શન પર કામ કરી રહ્યા છે. તે જ સમયે, તેમના વર્કપ્લેસ પર એક ટીમ છે જે 'બૈજુ બાવરા'ની તૈયારીમાં નાના પગલા ભરી રહી છે. દીપિકા પાદુકોણની (Deepika Padukone) સંમતિ બાદ બાકીના કલાકારો સાથે ફિલ્મ વિશે વાત કરવામાં આવશે. ફિલ્મની આખી સ્ટારકાસ્ટ લોક થયા બાદ નિર્માતાઓ તેની જાહેરાત સત્તાવાર રીતે કરશે. ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષના મધ્યમાં શરૂ થવાની સંભાવના છે. દીપિકા અને સંજય અગાઉ 'ગોલિયોં કી રસલીલા: રામ-લીલા', 'બાજીરાવ મસ્તાની' અને 'પદ્માવત' જેવી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યાં છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube