દીપિકા પાદુકોણ પ્રેગનેંટ હોવાની વિદેશમાં ઉડી અફવા, પતિ રણવીર સાથે VIDEO VIRAL
દીપિકા અને રણવીરના ફોટોજ ઉપરાંત આ સેલિબ્રિટી કપલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યા છે જેમાં દીપિકા પેરેટ કલરના ડ્રેસમાં જોવા મળી રહી છે.
નવી દિલ્હી: બોલીવુડનું સૌથી ચર્ચિત કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ હાલ લંડનમાં રજાઓ માણી રહી છે. દીપિકા અને રણવીરના કેટલાક નવા ફોટોજ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે જેમાં દીપિકા ઢીલા કપડામાં જોવા મળી રહી છે. દીપિકાના આ આ કપડાં પરથી અંદાજો લગાવી રહ્યા છે કે એક્ટ્રેસ પ્રેગ્નેંટ છે અને પોતાના બેબી બંપને છુપાવવા માટે તે આવા કપડાં પહેરી રહી છે. તમને જણાવી દઇએ કે વર્ષ 2018માં દીપિકા-રણવીરે નવેમ્બરમાં બે રીતિ-રિવાજોથી ઇટલીમાં લગ્ન કર્યા હતા.
દીપિકા અને રણવીરના ફોટોજ ઉપરાંત આ સેલિબ્રિટી કપલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યા છે જેમાં દીપિકા પેરેટ કલરના ડ્રેસમાં જોવા મળી રહી છે. દીપિકાના આ ફોટોજ અને વીડિયો પર યૂજર્સ એક્ટ્રેસને પ્રશ્ન પૂછી રહ્યા છે કે બેબી બંપ છુપાવી રહી છે કેમ?
તમને જણાવી દઇએ કે દીપિકાએ થોડા દિવસો પહેલાં મેઘના ગુલઝારના નિર્દેશનમાં બનનાર ફિલ્મ છપાકકોનું શૂટિંગ પુરૂ કરી દીધું છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો એક્ટ્રેસ પતિ રણવીર સિંહ સાથે ફિલ્મ '83 માં પણ જોવા મળશે. આ ફિલ્મમાં તે ક્રિકેટર કપિલ દેવની પત્નીનો રોલ પ્લે કરશે.