Besharam Rang Looks: દીપિકા પાદુકોણ તેના તાજેતરમાં રિલીઝ થયેલા ગીત માટે ટ્રોલ થઈ રહી છે. તેના બોલ્ડ લુક્સને સોશિયલ મીડિયામાં નગ્ન ગણાવીને તેનો વિરોધ કરાઈ રહ્યો છે. ખાસ કરીને શાહરૂખ સાથેના ઈન્ટિમેટ સીનમાં ઓરેન્જ રંગની બિકીનીથી વિવાદ ઉભો થયો છે. ઉલ્લેખનીય છેકે, પઠાણ ફિલ્મ હાલ બોક્સ ઓફિ્સ પર સતત સારું પ્રદર્શન કરી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



 


આવી સ્થિતિમાં ફિલ્મના ફસ્ટ સોંગ 'બેશરમ રંગ' હાલ ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે હવે આ ફિલ્મના ગીત પર રાજનીતિ શરૂ થઈ ગઈ છે. લોકો આ ફિલ્મની તસવીરો શેર કરીને સોશિયલ મીડિયામાં દીપિકા પાદુકોણ અને શાહરૂખ ખાનને ટાર્ગેટ કરી રહ્યાં છે. યુઝર્સે દીપિકાના બિકીની લુક્સ પર ખૂબ જ અશ્લીલ કોમેન્ટ્સ કરી છે. આવી સ્થિતિમાં એક યુઝરે લખ્યું કે 'બેશરમ લોકો, આ હવે ફેમિલી સિનેમા નથી. માની લઈએ કે ખાનના ચમચા પહેલા અઠવાડિયે સિનેમાઘરોમાં જશે પણ બીજા અઠવાડિયે પઠાણને કોણ બચાવશે.' આવી સ્થિતિમાં બિકીનીના ઓરેન્જ કલર પર પણ સવાલો ઉભા થયા છે.


 



 


ભાજપના એક કાર્યકર અરુણ યાદવે લખ્યું છે કે 'આ ખૂબ જ વાહિયાત છે'. આ તમામ દેખાવો લોકોને એક સંદેશ આપવા માંગે છે કે બોલિવૂડનું એકમાત્ર ધ્યેય ભારત અને તેની ગરિમા અને સંસ્કૃતિને સંપૂર્ણપણે નષ્ટ કરવાનું છે. ઘણા યુઝર્સે દીપિકાના આ લુક્સને નગ્ન ગણાવ્યા છે. લોકોએ કોમેન્ટમાં અલગ-અલગ બિકીની શોટ મૂક્યા છે અને વારંવાર પૂછી રહ્યા છે કે ભાઈ આ બિકીનીનો રંગ કેવો છે. ફિલ્મોમાં કાળા રંગના કપડાં પહેરવા જોઈએ જેથી દુષ્ટોની નજર ન પડે. આ પછી, અક્ષય કુમાર અને કેટરીનાના ફોટા પણ શેર કરવામાં આવ્યા હતા અને પૂછવામાં આવ્યું હતું કે તેઓ ક્યારે બહિષ્કાર કરશે.