દીપિકા પાદુકોણે શેર કરી પતિની આવી તસવીર, રણવીર સિંહ બોલ્યો- બેબી શું યાર
ફોટોમાં રણવીર સિંહ બેઠેલો જોવા મળી રહ્યો છે અને તેણે પોતાની આંખોને પોતાના સ્વેટશર્ટથી ઢાંકી છે. એક્ટરનો આ અંદાજ ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે.
નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ (Deepika Padukone) વર્ક ફ્રંટ સિવાય સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તે હંમેશા ફેન્સ માટે પોતાની રીલ કે રિયલ લાઇફની તસવીરો શેર કરતી રહે છે. આ ક્રમમાં દીપિકા પાદુકોણે હાલમાં પોતાના પતિ રણવીર સિંહ (Ranveer Singh) ની એક એવી તસવીર શેર કરી છે, જેને લઈને તે ચર્ચામાં છે.
દીપિકાએ શેર કર્યો આ ફોટો
દીપિકા પાદુકોણ દ્વારા પોસ્ટ કરેલી આ તસવીરમાં વધુ અટેન્શન તે કોમેન્ટને મળી રહ્યું છે જે રણવીર સિંહએ આ ફોટો પર કરી છે. હકીકતમાં દીપિકા પાદુકોણે એક સવારે જાગ્યા બાદ જે નજારો જોયો તેને કેમેરામાં કેદ કરી લીધો અને ઇન્સ્ટાગ્રામ પર તે તસવીર શેર કરી. અભિનેત્રીએ રણવીર સિંહની એક ક્યૂટ તસવીર શેર કરી છે.
પારદર્શી ડ્રેસ પહેરી રેડ કાર્પેટ પર પહોંચી હોલીવુડ સ્ટાર, PHOTOS એ ઇન્ટરનેટ પર લગાવી આગ
રણવીર સિંહનું રિએક્શન
દીપિકા દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીરને થોડી કલાકોમાં 10 લાખથી વધુ લાઇક્સ મળી ચુકી છે. પરંતુ આ બધામાં ક્યૂટ કોમેન્ટ જે અભિનેતા રણવીર સિંહે આ પોસ્ટ પર કરી છે. રણવીર સિંહે પોતાની પત્નીની પોસ્ટ પર લખ્યુ- બેબી ક્યા યાર.. અભિનેતાની આ કોમેન્ટ પર લોકો પ્રતિક્રિયા આપી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube