નવી દિલ્હી: કાન ફિલ્મ ફેસ્ટિવલને લઈને ચારેબાજુ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ દ્વારા મંગળવારે જ્યુરીની જાહેરાત કરવામાં આવી હતી. આ વખતે અભિનેત્રી દીપિકા પાદુકોણ ફિલ્મ ફેસ્ટિવલના 75માં એડિશનમાં જ્યુરીનો ભાગ હશે. જ્યારે, ફ્રાન્સના અભિનેતા વિન્સેન્ટ લિન્ડન જ્યુરીના અધ્યક્ષ હશે. તમને જણાવી દઈએ કે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 17 મેથી શરૂ થશે અને 28 મે સુધી ચાલશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ છે જ્યૂરીના સભ્ય
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જ્યુરીમાં દીપિકા પાદુકોણ ઉપરાંત અભિનેત્રી રેબેકા હોલ, સ્વીડનની નૂમી રેપ્સ, ઈટાલીથી ફિલ્મ નિર્માતા જાસ્મીન ટર્ન્કા, ઈરાનથી અસગર ફરહાદી સામેલ થશે. જ્યારે, અમેરિકાના જેફ નિકોલ્સ અને નોર્વેના જોઆચિન ટ્રાયરને પણ જ્યુરીનો ભાગ બનાવવામાં આવ્યો છે.



2017માં કર્યું હતું કાન્સમાં ડેબ્યૂ 
2017માં કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યૂ કરનાર એક્ટ્રેસ દીપિકા પાદુકોણે ઈન્સ્ટાગ્રામ પર આ માહિતી આપી હતી. દીપિકાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં જ્યુરી સાથેનો પોતાનો ફોટો પોસ્ટ કર્યો છે. દીપિકાએ કાન્સના રેડ કાર્પેટ પર ઘણી વખત અભિનય કર્યો છે, પરંતુ આ વખતે તે જ્યુરી સભ્યની ભૂમિકા ભજવશે.


ભારતની ડોક્યુમેન્ટ્રીનું થશે સ્ક્રીનિંગ
ભારતીય ફિલ્મ નિર્માતા શૌનક સેનની ડોક્યુમેન્ટ્રી 'ઓલ ધેટ બ્રેથ્સ' આ વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના સ્પેશિયલ સ્ક્રીનિંગ સેગમેન્ટમાં પ્રીમિયર થશે. આ સાથે જ 75માં સમારોહમાં હોલીવુડના પ્રખ્યાત મેવરિક અને એલ્વિસ પ્રેસ્લીની બાયોપિક પણ જોવા મળશે. આ સિવાય પાકિસ્તાનની ફિલ્મ 'જોયલેન્ડ'ને પણ એન્ટ્રી મળી છે.


દીપિકાની આગામી ફિલ્મો
દીપિકાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેણે છેલ્લે ફિલ્મ 'ગહરાઈયા'માં જોવા મળી હતી. જ્યારે, હવે તે ટૂંક સમયમાં શાહરૂખ ખાન અને જોન અબ્રાહમ સાથે 'પઠાણ'માં જોવા મળશે. આ સાથે તે હૃતિક રોશન સાથે 'ફાઈટર' અને અમિતાભ બચ્ચન સાથે 'ધ ઈન્ટર્ન'માં પણ જોવા મળશે.