નવી દિલ્હી: 25 જાન્યુઆરીએ રીલિઝ થવા જઈ રહેલી સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતમાં એક મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. ફિલ્મના એક ગીત ઘૂમરમાં જ્યાં દીપિકા પાદુકોણની લચીલી કમર જોવા મળી રહી હતી તેમાં હવે ફેરફાર થયો છે. અને તેને ઢાંકી દેવાઈ છે. સેન્સર બોર્ડે આ ગીતમાં ફેરફાર કરવાનો નિર્દેશ આપ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘૂમરમાં કરાયા ફેરફાર
મીડિયા રિપોર્ટ્સ મુજબ સેન્સર બોર્ડના નિર્દેશાનુસાર ફિલ્મના પ્રખ્યાત ગીત ઘૂમરમાં આ ફેરફાર કરવામાં આવ્યાં છે. અહેવાલોને માનીએ તો આ ગીતને નવેસરથી શૂટ કરવાની જગ્યાએ તેમાં ફેરફાર કરાયા છે. ફિલ્મના ટાઈટલને બદલવાની સાથે સાથે ઘૂમર ગીતમાં પણ VFXની મદદથી ફેરફાર કરાયા છે. ગીતને ફરીથી શૂટ કર્યા વગર જ આ એક ટેકનીકથી દીપિકાની કમરને ઢાંકી દેવાઈ છે. ગીતના નવા લેટેસ્ટ ઓફિશિયલ વીડિયોમાં દીપિકા સંપૂર્ણ રીતે કપડાથી ઢંકાયેલી જોવા મળી રહી છે. 


અનેક સંગઠનોએ આ ગીત પર જતાવી હતી આપત્તિ
નોંધનીય છે કે જ્યાં દીપિકા પાદૂકોણના પ્રશંસકો આ ગીતથી કાયલ થઈ ગયા હતાં ત્યાં કરણી સેના જેવા અનેક રાજપૂત સંગઠનો આ ગીતના વિરોધમાં ઉતરી પડ્યા હતાં. એટલે સુધી કે મેવાડના શાહી પરિવારે પણ ફિલ્મની સાથે સાથે આ ગીત પર આપત્તિ જતાવી હતી. વિરોધ પર ઉતરેલા અનેક સંગઠનોએ ઘૂમર ગીત વિશે કહ્યું કે રાજવી કુટુંબની રાણીઓ આ રીતે બધાની સામે નાચતી નથી અને આ રીતે કમર બતાવીને નાચવું એ તો શરમજનક છે. આ સંગઠનોએ મેકર્સ પર આરોપ લગાવ્યો કે તેઓ આ પ્રકારની ગીતથી ચિતૌડની મહારાણી પદ્માવતીનું અપમાન કરી રહ્યાં છે. આ સંગઠનોએ ઈતિહાસ સાથે છેડછાડ કરવાના અને તેમની વિરાસતનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો. ત્યારબાદ ફિલ્મના નામની સાથે સાથે ગીતમાં પણ ફેરફાર કરવામાં આવ્યાં. 


જુઓ ગીતનું નવું વર્ઝન



ગુરુવારે ફિલ્મ પદ્માવત અનેક રાજ્યોમાં રીલિઝ થવા જઈ રહી છે. અગાઉ ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને હરિયાણાએ રીલિઝ પર પ્રતિબંધ મૂકતા મેકર્સ સુપ્રીમ કોર્ટમાં ગયા હતાં જ્યાં  કોર્ટે ફિલ્મની રીલિઝને લીલીઝંડી આપી હતી. 


ગીતનું જૂનું વર્ઝન