નવી દિલ્હીઃ ધૂમ (Dhoom) સિરીઝમાં અત્યાર સુધી બનેલી બધી ફિલ્મોની અપાર સફળતા બાદ દર્શકોને સિરીઝની આગામી ફિલ્મ એટલે કે 'ધૂમ 4 (Dhoom 4)'ની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ખુબ જલદી યશરાજ ફિલ્મ્સ (YRF) ધૂમ-4ની જાહેરાત કરી શકે છે. સાથે ખબર તે પણ છે કે આ ફિલ્મમાં બોલીવુડ (Bollywood)ની મસ્તાની દીપિકા પાદુકોણ (Deepika Padukone) મુખ્ય ભૂમિકામાં જોવા મળી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફિલ્મના મેકર્સ આ માટે દીપિકા સાથે વાત કરી રહ્યાં છે. જો અભિનેત્રી આ ફિલ્મ માટે હા પાડી દે તો આ વર્ષના અંતમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવશે. આ ફિલ્મ દ્વારા દર્શકોને એકવાર ફરી ખુબસૂરત ચોરની જોવા મળશે. અહેવાલો પ્રમાણે મેકર્સ ધૂમ 4માં દીપિકાને ખુબ સ્ટાઇલિશ ચોરનીના રૂપમાં રજૂ કરવાના છે. 


આ પણ વાંચોઃ Malaika Arora એ સ્વિમિંગ પૂલમાંથી શેર કર્યો હોટ ફોટો, મળી લાખો લાઇક્સ 


શાહરૂખ ખાનની સાથે એકવાર ફરી કરશે રોમાન્સ
પરંતુ ધૂમ (Dhoom 4)ને લઈને અત્યાર સુધી ફિલ્મના મેકર્સ તરફથી કોઈપણ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ જો ખરેખર દીપિકા પાદુકોણ આ ફિલ્મ માટે પોતાની ડેટ્સ આપે છે તો આ ચોથી વાર હશે જ્યારે મસ્તાની યશરાજ ફિલ્મ્સ સાથે કામ કરશે. આ પહેલા તે વર્ષ 2008માં ફિલ્મ 'બચના એ હસીનો (Bachna Ae Haseeno), વર્ષ 2010માં લફંગે પરિંદે (Lafangey Parindey)માં કામ કરી ચુકી છે. તો તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે વર્ષના અંત સુધી યશરાજની આગામી ફિલ્મ 'પઠાન Pathan)' પણરિલીઝ થઈ જશે જેમાં દીપિકા પાદુકોણ (Deepika Padukone) એક્શન કરતી જોવા મળશે. એક્શનથી ભરપૂર આ ફિલ્મમાં દીપિકાની સાથે શાહરૂખ ખાન જોવા મળશે. ખબર છે કે દીપિકા અને શાહરૂખ સિવાય આ ફિલ્મમાં જોન અબ્રાહમ (John Abraham) વિલેનની ભૂમિકા નિભાવી રહ્યો છે. 


આ ફિલ્મોમાં પણ જોવા મળશે
આ સિવાય જો આપણે વાત કરીએ દીપિકા પાદુકોણ (Deepika Padukone)ના બાકી પ્રોજેક્ટ્સ વિશે વાત કરીએ તો તે જલદી ડાયરેક્ટર શકુન બત્રાની આગામી ફિલ્મમાં જોવા મળશે. હાલ આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ચુક્યું છે. જેમાં તેની સાથે સિદ્ધાંત ચતુર્વેદી અને અનન્યા પાંડે જોવા મળશે. આ સિવાય આ વર્ષએ દીપિકાની '83' પણ રિલીઝ થવાની છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube