નવી દિલ્હી : હાલમાં દીપિકા પાદુકોણની ફિલ્મ 'છપાક'નો તેનો લુક જાહેર થયો છે. આ ફિલ્મમાં દીપિકા એસિડ એટેક સર્વાઇવરનો રોલ કરી રહી છે. દીપિકાની આ ફિલ્મ લક્ષ્મી અગ્રવાલ નામની સર્વાઇવરની રિયલ લાઇફ સ્ટોરી પર આધારિત છે. ફિલ્મનું ડિરેક્શન ‘રાઝી’ ફેમ મેઘના ગુલઝાર કરી રહ્યા છે, જેઓ હંમેશા એક નવા વિષય પર ફિલ્મ બનાવવા માટે જાણીતા છે. છપાક ફિલ્મ ફોક્સ સ્ટાર સ્ટુડિયો,કેએ એન્ટરટેઈનમેન્ટ અને મ્રિગાના બેનર હેઠળ પ્રોડ્યુસ થઈ રહી છે. દીપિકા પણ આ ફિલ્મના પ્રોડ્યુસરની જવાબદારી નિભાવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘છપાક’ ફિલ્મમાં દીપિકા પાદુકોણ કેવો હશે તેને લઈને લોકોને આતુરતા હતી. જો કે હવે આ આતુરતાનો અંત આવ્યો છે. રવિવારના રોજ ન્યૂ દિલ્હીમાં ફિલ્મમાં દીપિકાનો ફર્સ્ટ લુક લોન્ચ કરાયો છે.


ઐશ્વર્યા રાય બચ્ચન ફરી પ્રેગનન્ટ ? બચ્ચન પરિવારે આખરે પાડ્યો ફોડ


લક્ષ્મી અગ્રવાલ પર જ્યારે 2005માં એસિડ એટેક થયો હતો ત્યારે તે માત્ર 15 વર્ષની હતી. લક્ષ્મીના પરિવારના પરિચીત એવા 32 વર્ષના યુવાને લક્ષ્મીના ઇનકારનો બદલો લેવા માટે તેના પર આ એટેક કર્યો હતો.


આ ફિલ્મ પદ્માવત પછી દીપિકાની પહેલી રિલીઝ હશે. આ ફિલ્મમાં દીપિકા એસિડ અટેકનો ભોગ બનેલી યુવતી લક્ષ્મી અગ્રવાલનો રોલ કરતી જોવા મળશે, આ ફિલ્મમાં તેની ઓપોઝિટમાં એક્ટર વિક્રાંત મેસી છે. જ્યારે આ ફિલ્મ અંગે જાહેરાત કરવામાં આવી ત્યારથી જ લોકોમાં ફિલ્મના કન્ટેન્ટ અને દીપિકાના લુકને લઈને ઉત્સુકતા હતી.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...