નવી દિલ્હી: ફિલ્મ 'હમ સાથ સાથ હૈ'ના શૂટિંગ દરમિયાન કાળિયાર શિકાર કેસમાં આજે જોધપુર કોર્ટ પોતાનો ચૂકાદો સંભળાવતાં સલમાન ખાને દોષી ઠેરવ્યો છે. જ્યારે આ કેસમાં સલમાન ખાન સાથે સૈફ અલી ખાન, તબ્બૂ, નીલમ અને સોનાલી બેંદ્રેને નિર્દોષ જાહેર કર્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લે આ મામલે સુનવણી પુરી થયા બાદ જોધપુર ગ્રામીણ જિલ્લા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દેવ કુમાર ખત્રીએ ચૂકાદો પેડીંગ રાખ્યો હતો અને તે પોતાના આ ચૂકાદાને આજે સંભળાવવાના છે. આ કેસની સુનવણી સવારે 10:30 વાગે શરૂ થશે. જેના લીધે બધા આરોપી બુધવારે જ જોધપુર પહોંચી ગયા હતા. 


શું છે સમગ્ર કેસ
અહીં તમને જણાવી દઇએ કે સલમાન ખાન, સૈફ અલી ખાન, તબ્બૂ, નીલમ, સોનાલી બેંદ્રે અને જોધપુર નિવાસી દુષ્યંત સિંહ પર આરોપ છે કે તેમણે 1 અને 2 ઓક્ટોબર 1998ના રોજ જોધપુરમાં મોડી રાત્રે લૂણી પોલીસ સ્ટેશન વિસ્તારના ગામમાં બે કાળિયારનો શિકાર કર્યો હતો. કેસમાં રજૂ કરવામાં આવેલા સાક્ષીઓએ કોર્ટમાં જણાવ્યું હતું કે સલમાન ખાને હરણોનો શિકાર કર્યો તે સમયે બધા આરોપી જિપ્સી ગાડીમાં સવાર હતા. તેમણે જણાવ્યું હતું કે જિપ્સીમાં હાજર બધા સ્ટાર્સે સલમાન ખાનને શિકાર કરવા માટે ઉશ્કેર્યો હતો. ત્યારબાદ ગોળીનો અવાજ સાંભળીને બધા ગામવાળા એકઠા થઇ ગયા હતા. ગામવાળા ત્યાં આવી જતાં સલમાન ખાન ગાડી લઇને ત્યાંથી ભાગી ગયો હતો અને બંને કાળીયાર ત્યાં પડ્યા હતા. 


આ કલમો હેઠળ થશે સજા
તમને જણાવી દઇએ કે આ કેસમાં સલમાન વિરૂદ્ધ વન્ય જીવ સંરક્ષણની કલમ 9/51 હેઠળ આરોપ લગાવવામાં આવ્યો છે. તો બીજી તરફ સૈફ અલી ખાન, નીલમ, તબ્બૂ, સોનાલી તથા દુષ્યંત સિંહ વિરૂદ્ધ વન્ય જીવ સંરક્ષણની કલમ 9/52 અને આઇપીસી કલમ 149 હેઠળ આરોપ લગાવતાં સજા આપવાની માંગ કરવામાં આવી છે. જો કોર્ટ સલમાન સાથે બાકી આરોપીઓને દોષી ગણે છે તો તેમને વાઇલ્ડ લાઇફ એક્ટ 9/51 તથા 9/52 હેઠળ ઓછામાં ઓછી એક વર્ષથી માંડીને છ વર્ષની જેલ થઇ શકે છે. 


ચાર કેસમાં ફસાયા સલમાન ખાન
તમને જણાવી દઇએ કે સલમાન ખાન વિરૂદ્દ જોધપુરમાં ચાર કેસ દાખલ કરવામાં આવ્યા છે. તેમાંથી ત્રણ કેસ કાળીયાર શિકાર અને ગેરકાયદેસર હથિયાર રાખવાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમાંથી બે કેસ પર સલમાન ખાનને કોર્ટે સજા સંભળાવી છે. તો બીજી તરફ ગેરકાયદેસર રીતે હથિયાર રાખવાના કેસમાં કોર્ટે સલમાન ખાનને મુક્ત કરી દીધો હતો અને સલમાન ખાન વિરૂદ્ધ ચોથા કેસમાં આજે ચૂકાદો આપવાનો છે. હવે આ કેસમાં સલમાન ખાન અને તેના સાથીઓને કોર્ટ મુક્ત કરે છે કે સજા સંભળાવે છે તેનો જવાબ થોડીવારમાં મળી જશે.