B`day : 13 વર્ષની છોકરી સાથે જેકીને થયો હતો પ્રેમ, ફિલ્મી છે આ Love Story
30 વર્ષથી વધારે વર્ષ સુધી બોલિવૂડમાં કામ કરનાર જેકીએ લગભગ 200 ફિલ્મોમાં કામ કર્યું છે
નવી દિલ્હી : બોલિવૂડમાં જગ્ગુ દાદા તરીકે લોકપ્રિય સિનિયર એક્ટર જેકી શ્રોફ આજે તેનો 62મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યા છે. 30 વર્ષથી વધારે વર્ષ સુધી બોલિવૂડમાં કામ કરનાર જેકીએ લગભગ 200 ફિલ્મોમાં કામ કર્યું છે. 1 ફેબ્રુઆરી, 1957ના દિવસે લાતુર (મહારાષ્ટ્ર)માં જન્મેલા જગ્ગુ દાદાના પિતા કાકાબાઈ હરિભાઈ શ્રોફ ગુજરાતી હતા અને તેની માતા હુરુનિસા તુર્કીની રહેવાસી હતી. જેકી શ્રોફનું આખું નામ જયકિશન કાકુભાઈ શ્રોફ છે. તેણે બોલિવૂડમાં ફિલ્મ હીરોથી એન્ટ્રી લીધી હતી.
જેકીની પ્રોફેશનલ લાઇફમાં જેટલું સ્ટ્રગલ રહ્યું એના કરતા વધારે ફિલ્મી તેની લવસ્ટોરી હતી. જેકીને જ્યારે પત્ની આયેશા સાથે પ્રેમ થયો ત્યારે આયેશા માત્ર 13 વર્ષની હતી. જેકીને આયેશા સાથે પહેલી નજરમાં પ્રેમ થયો હતો. જોકે તકલીફ હતી કે એ સમયે જેકી એક રિલેશનમાં હતો અને તેની ગર્લફ્રેન્ડ અભ્યાસ માટે અમેરિકા ગઈ હતી. આયેશાએ લેટર લખીને જેકીની ગર્લફ્રેન્ડને તેમની સ્ટોરી કહી. આ બંનેએ વર્ષો સુધી ડેટિંગ કર્યા પછી 1987માં લગ્ન કરી લીધા હતા. લગ્ન પછી જેકી અને આયેશાને ટાઇગર તેમજ કૃષ્ણા એમ બે સંતાનો થયા.
[[{"fid":"201494","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
Film Review : કેવી છે 'એક લડકી કો દેખા તો...'? જાણવા કરો ક્લિક...
ફિલ્મોમાં આવતા પહેલાં જેકીએ મોડલિંગ પણ કર્યું હતું અને આ મોડલિંગ જોઈને દેવ આનંદે તેને પોતાની ફિલ્મ 'સ્વામી દાદા'માં રોલ આપ્યો હતો અને આ ફિલ્મ જેકીની પહેલી ફિલ્મ બની હતી. જેકીને પછી સુભાષ ઘઇએ ફિલ્મ હીરોમાં લીડ રિલોન્ચ કર્યો અને આ ફિલ્મ સુપરહિટ સાબિત થતા જેકીની કરિયર દોડવા લાગી. 1986માં આવેલી જેકીની કર્મા વર્ષની સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મ બની હતી. 1989માં આવેલી પરિન્દાએ જેકીની કરિયરને નવી ઉંચાઈ આપી અને આ ફિલ્મ માટે તેને બેસ્ટ એક્ટરનો ફિલ્મફેર અવોર્ડ આપવામાં આવ્યો. આ સિવાય '1942: અ લવ સ્ટોરી' અને રંગીલા ફિલ્મ માટે જેકીને બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો ફિલ્મફેર અવોર્ડ પણ મળી ચૂક્યો છે.