આજથી સ્વિટ્ઝર્લેન્ડમાં આકાશ અંબાણીની બેચલર પાર્ટીનો જલસો શરૂ, કરોડોના ખર્ચે ભવ્ય આયોજન
ભારતના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની દીકરી ઇશા અંબાણી પછી હવે દીકરો આકાશ અંબાણી લગ્નના બંધનમાં બંધાવા તૈયાર છે
મુંબઈ : ભારતના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની દીકરી ઇશા અંબાણી પછી હવે દીકરો આકાશ અંબાણી લગ્નના બંધનમાં બંધાવા તૈયાર છે. ઇશાનું પ્રીવેડિંગ સેલિબ્રેશન રાજસ્થાનના ઉદયપુરમાં થયું હતું. હવે આકાશ અંબાણીનું પ્રીવેડિંગ સેલિબ્રેશન સ્વિટ્ઝર્લેન્ડના સેન્ટ મોરિટ્ઝમાં થશે. આકાશ અંબાણી હવે આ જગ્યાએ જ બેચલર પાર્ટી આપશે.
Sridevi Death Anniversary : મોત પહેલાં આવી હતી શ્રીદેવીની છેલ્લી ક્ષણો, પતિ બોનીએ પોતે કર્યો હતો ખુલાસો
24 ફેબ્રુઆરી (રવિવારે) અંબાણી પરિવાર ગેસ્ટનું સ્વાગત કરશે અને બધા ફંક્શન સાંજે સાડાપાંચ વાગ્યાથી શરૂ થશે અને રાતના અઢી વાગ્યા સુધી ચાલશે. ફંક્શનમાં પીટર પૈન આઇસ શો યોજાશે તેમજ ઇન્ડિયન મ્યુઝિક પર્ફોમન્સ યોજાશે. આ સિવાય દસ મિનિટનો ડ્રોન શો પણ યોજાશે અને મહેમાનો માટે માર્કેટ સ્ટોલ પણ લગાવાશે. 25 ફેબ્રુઆરીએ પણ અલગઅલગ કાર્યક્રમ યોજાશે. આ પછી બપોરે 12:30થી સાંજે ચાર વાગ્યા સુધી લંચ હશે. આ પાછી સાંજના 6થી રાતના આઠ વાગ્યા સુધી ગેસ્ટ માટે માર્કેટ સ્ટોલ ખોલવામાં આવશે. આ પછી ફેમસ અમેરિકન પોપ રોક બેન્ડ મરૂન સોમવારે પર્ફોર્મ કરશે.
મુંકેશ અંબાણી હાલમાં જ પોતાના પરિવાર સાથે મુંબઈન સિદ્ધિવિનાયક મંદિર ગયા હતા. અહીં તેમણે આકાશ અને શ્લોકાના લગ્નનું પહેલું કાર્ડ ભગવાનના ચરણોમાં ચડાવ્યું હતું. આકાશની જાન 9 માર્ચે મુંબઈની ટ્રાઇડન્ટ હોટેલમાંથી બપોરે સાડાત્રણ વાગ્યે નીકળશે. આકાશની આ જાન મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટર પર પહોંચશે. લગ્ન પછી 10 માર્ચે લગ્નનું પહેલું રિસેપ્શન યોજાશે આ પછી 11 માર્ચે બીજું રિસેપ્શન થશે.