નવી દિલ્હી : બોલિવૂડની ક્વિન કંગના રનૌત હાલમાં પોતાની લેટેસ્ટ ફિલ્મ 'જજમેન્ટલ હૈ ક્યા'ની સફળતાને સેલિબ્રેટ કરી રહી છે. આ પરિસ્થિતિમાં જ તેની આગામી ફિલ્મ ધાકડનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગણતરીની સેકંડોનું ટીઝર એટલું ધમાકેદાર છે કે લોકો એને બોલિવૂડની વાઘણ કહેવા લાગ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કંગનાએ સોશિયલ મીડિયા પર આ ટીઝર પોતાના એકાઉન્ટથી શેયર કર્યું છે અને એને માત્ર 3 કલાકમાં 85 હજાર વખત જોવામાં આવ્યું છે. આ ટીઝરમાં કંગનાના પર્ફોમન્સના વખાણ થઈ રહ્યા છે. આ માત્ર 45 સેકન્ડનું ટીઝર છે પણ છતાં લોકોના દિલ પર છવાઈ ગયું છે.


VIDEO : અવી રહી છે કોર્ટ રૂમ ડ્રામા ફિલ્મ, રિલીઝ થયું જબરદસ્ત ટીઝર


આ ટીઝરમાં કંગના ગન ચલાવતી દેખાય છે. આ બિગ બજેટ ફિલ્મ આવતા વર્ષે 2020માં દિવાળી પર રિલીઝ થવાની છે. ફિલ્મનું ટીઝર યુ ટ્યુબ પર રિલીઝ કરાયા બાદ હટાવી દેવાયું છે. મેકર્સે તેનું કારણ હજુ નથી જણાવ્યું. કંગનાના ઓફિશિયલ ઇન્સ્ટા હેન્ડલ પર આ ટીઝર અપલોડ કરાયું છે.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક....