કરનાલ : બોલિવૂડના જાણીતા એક્ટર ધર્મેન્દ્રે (Dharmendra) હાલમાં કરનાલમાં પોતાના નવા ઢાબા હી મેન (He Man)નું ઉદ્ઘાટન કર્યું હતું. હવે સમાચાર આવ્યા છે કે આ ઢાબાને સીલ કરી દેવામાં આવ્યો છે. ધર્મેન્દ્રનો આ ઢાબો જિલા પ્રશાસન દ્વારા સીલ કરી દેવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે પ્રશાસન આ પહેલાં પણ ઢાબાને બે વાર નોટીસ ફટકારવામાં આવી છે. આ નોટીસ પછી પણ અવૈદ્ય નિર્માણકાર્ય અટક્યું નહોતું. આ સંજોગોમા આખરે ઢાબાને સીલ કરી દેવામાં આવ્યો છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube