મથુરાઃ ભાજપના ઉમેદવાર હેમા માલિની માટે તેમના પતિ અને બોલીવુડ અભિનેતા ધર્મેન્દ્ર રવિવારે અહીં ચૂંટણી પ્રચાર કરશે. તેઓ ત્રણ વિધાનસભા વિસ્તારમાં જાટ બહુમતીવાળા વિસ્તારમાં સભાઓ કરશે. આ સાથે સોમવારે ગૃહપ્રધાન રાજનાથ સિંહ પણ મથુરાના ચૈમુહામાં એક સભા સંબોધિત કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપના સૂત્રો અનુસાર પૂર્વ સાંસદ તથા ફિલ્મી દુનિયામાં 'હી-મૈન'ના નામથી જાણીતી પીઢ અભિનેતા ધર્મેન્દ્ર પાર્ટી ઉમેદવારના સમર્થનમાં આયોજીત થનારી સભાઓને સંબોધિત કરવા માટે મથુરા પહોંચી રહ્યાં છે. 


આ વિસ્તારમાં કરશે જનસભા
સૂત્રો પ્રમાણે તેઓ રવિવારે ત્રણ અલગ-અલગ વિધાનસભા ક્ષેત્રોમાં એક-એક જનસભાને સંબોધિત કરશે. તેમની પ્રથમ સભા ગોવર્ધન ક્ષેત્રના ખૂંટૈલ પટ્ટીના જાટ બહુલ સૌંખ વિસ્તારમાં હશે. 


બીજી સભા બલદેવ વિધાનસભા ક્ષેત્રમાં છે. જ્યાં ચૂંટણી સભાની સાથે તેઓ રોડ-શો પણ કરશે. આ સિવાય માંટ વિધાનસભા વિસ્તારમાં પણ એક જનસભાને સંબોધિત કરશે. 


સોમવારે ગૃહપ્રધાન રાજનાથ સિંહ પણ મથુરામાં છાતા વિધાનસભા ક્ષેત્રના ચૈમુહાં ગામમાં એક જનસભાને સંબોધિત કરશે.