દિયા મિર્ઝાના લગ્નજીવનમાં ભંગાણ, કારણ કે...
દિયા મિર્ઝા અને પતિ સાહિલ સંઘા છેલ્લે આકાશ અંબાણીના રિસેપ્શનમાં જોવા મળ્યા હતા
મુંબઈ : બોલિવૂડમાં સતત કંઈને કંઈક ચોંકાવનારું બનતું રહે છે. હાલમાં સમાચાર આવ્યા છે કે એક્ટ્રેસ દિયા મિર્ઝાએ તેના 11 વર્ષના સાથી સાહિલ સંઘાથી અલગ થઈ જવાનો નિર્ણય કરીને સોશિયલ મીડિયા પર આ વાતની જાહેરાત કરી છે. દિયા અને સાહિલે લાંબા સમયની મિત્રતા પછી 2014માં લગ્ન કરી લીધા હતા અને હવે આ લગ્નનો અંત આવી ગયો છે.
દિયાએ સોશિયલ મીડિયા પર આ વાતની જાહેરાત કરતી વખતે કોઈ ખાસ કારણ નથી દર્શાવ્યું પણ તેને ટેકો આપનાર તમામ લોકોનો આભાર માન્યો છે. દિયાએ મેસેજ લખ્યો છે કે ''11 વર્ષ સુધી સાથે રહ્યા પછી અને એકબીજાના જીવનમાં ભાગીદાર બન્યા પછી મેં અને સાહિલે સેપરેટ થવાનું નક્કી કર્યું છે. અમે હંમેશા મિત્ર બની રહેશું અને એકબીજા પ્રત્યેનો પ્રેમ અને આદર જળવાયેલા રહેશે. અમારા રસ્તા હવે અમને અલગઅલગ દિશા તરફ લઈ જઈ રહ્યા છે પણ અમારો વચ્ચેનો ઋણાનુંબંધ અકબંધ છે. અમને ટેકો અને પ્રેમ આપનાર મિત્રો અને પરિવારજનોનો આભાર અને હવે અમે અમારી પ્રાઇવસી જાળવવાની વિનંતી કરી રહ્યા છીએ. અમે હવે આ મુદ્દે કોઈ કમેન્ટ કરવા નથી ઇચ્છતા. આભાર, દિયા મિર્ઝા અને સાહિલ સંઘા.''
આ છે ટાઇગરનું લેટેસ્ટ કારનામું, ચાહકોના જીવ થશે ઉંચા
દિયા અને સાહિલે 18 ઓક્ટોબર, 2014ના દિવસે લાંબી રિલેશનશીપ પછી લગ્ન કર્યા હતા. આ દંપતિ છેલ્લે 11 માર્ચ, 2019ના દિવસે છેલ્લીવાર જાહેરમાં આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના રિસેપ્શનમાં સાથે જોવા મળ્યું હતું. આ દંપતિએ સાથે મળીને 2011માં બોર્ન ફ્રી એન્ટરટેઇનમેન્ટ નામના પ્રોડક્શન હાઉસની સ્થાપના કરી હતી.