નવી દિલ્હી: 2015 માં રિલીઝ બાહુબલી વિશે કોણ જાણતું નથી. આ તે ફિલ્મ છે જેનો ડંકો દેશમાં જ નહી વિદેશોમાં ખૂબ વાગ્યો હતો. આ તે ફિલ્મ છે જેનું નામ સિનેમાના ઇતિહાસમાં નોંધાયું છે અને આ તે ફિલ્મ છે જેને હિંદી ભાષી લોકો ઉપરાંત અન્ય લોકોએ પણ પોતાની બનાવી હતી અને પ્રભાસને પણ. બાહુબલી પહેલાં પ્રભાસનું નામ સાઉથ સિનેમા સુધી જ સીમિત હતું પરંતુ ત્યારબાદ પ્રભાસનું ગ્લોબલી ફેમસ થઇ ગયું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તો બીજી તરફ બાહુબલી બાદ પ્રભાસની પોપુલારિટી ખૂબ વધી ગઇ હતી. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો બાહુબલીની સફળતા બાદ પ્રભાસ પાસે લગ્નના લગભગ 5 હજાર પ્રસ્તાવ આવ્યા હતા પરંતુ પ્રભાસે તે સમયે લગ્ન કર્યા ન હતા જોકે તેમણે તમામ સંબંધોને નકારી કાઢ્યા હતા. 


42 વર્ષની ઉંમરે પણ બેચલર છે પ્રભાસ
તમને જણાવી દઈએ કે બાહુબલી ફેમ પ્રબાસ અત્યારે 42 વર્ષનો છે પરંતુ હજુ પણ બેચલર છે. બાહુબલી પછી તેનું નામ ફિલ્મની અભિનેત્રી અનુષ્કા શેટ્ટી સાથે ખૂબ જ જોડાયેલું હતું. કહેવાય છે કે બંને જલ્દી લગ્ન કરી શકે છે. બાહુબલી 2 પછી તેમના અફેરની ઘણી ચર્ચાઓ થઈ હતી પરંતુ બંનેએ હંમેશા આ સમાચારોને નકારી કાઢ્યા હતા. તો બીજી તરફ હાલમાં પ્રભાસનું નામ કોઈ અભિનેત્રી સાથે જોડવામાં આવી રહ્યું નથી. જો કે પ્રભાસ હંમેશા લગ્નના પ્રશ્નને ટાળે છે, પરંતુ એક ઈન્ટરવ્યુમાં પ્રભાસે કબૂલ્યું હતું કે તે લગ્ન કરશે પરંતુ કોની સાથે તે જાણતો નથી.

અડધાથી પણ ઓછા ભાવે ખરીદો આ પોપુલર AC, લાઇટ બિલ પણ આવશે ઓછું


આ ફિલ્મોમાં જોવા મળશે
પ્રભાસના આગામી પ્રોજેક્ટ વિશે વાત કરીએ તો તે બિગ બજેટ આદિપુરુષમાં જોવા મળશે. આ ફિલ્મમાં તે ભગવાન શ્રી રામના રોલમાં હશે જ્યારે કૃતિ સેનન સીતા માના રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં સૈફ અલી ખાન રાવણનું પાત્ર ભજવવાનો છે. ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે અને ફિલ્મ આ વર્ષે રિલીઝ થશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube