રોમેન્ટિક સીનમાં આ હિરોઈનના મોઢામાંથી આવી રહી હતી ભયંકર વાસ, બોબી દેઓલના મગજનું થઈ ગયું હતું દહીં
Bobby Deol Manisha Koirala: `ફિલ્મફેર` સાથેની વાતચીતમાં બોબી દેઓલે કહ્યું હતું કે, `મારી તેમની સાથે સારી બનતી હતી, પરંતુ અમે મિત્ર બની શક્યા નહીં. એક વખત `બેચૈનિયાં` ગીતનું શૂટિંગ ચાલી રહ્યું હતું. તેણે તેનું મોં મારા ચહેરા પાસે લાવવાનં હતું અને તેની દાઢીને મારે દાંત વડે કરડવાની હતી. પણ જેવી તે મારી નજીક આવી, મારું દિમાગ હલી ગયું હતું. કારણ કે તેના મોઢામાંથી દુર્ગંધ આવી રહી હતી.
Bobby Deol Manisha Koirala: બોબી દેઓલે ધમાકેદાર કમબેક કર્યું છે. ઓટીટી હોય કે થિયેટર, તેનું પુનરાગમન સુપરહિટ રહ્યું છે. આ દરમિયાન બોબી દેઓલનું એક નિવેદન વાયરલ થઈ રહ્યું છે જેમાં તેણે સહ અભિનેત્રી મનીષા કોઈરાલા વિશે એક રસપ્રદ વાત કહી. તેણે કહ્યું કે તે કેવી રીતે મનીષાના શ્વાસની દુર્ગંધથી કંટાળી ગયો હતો અને બદલો લેવા માટે મક્કમ હતો.
રોમેન્ટિક ગીત બન્યું માથાનો દુખાવો
બોબી દેઓલની આજકાલ ચાંદી જ ચાંદી છે. તે 'એનિમલ' થી છવાઈ ગયો છે. દરમિયાન, બોબી દેઓલનો એક થ્રોબેક ઇન્ટરવ્યુ વાયરલ થઈ રહ્યો છે જેમાં તેણે તેની સહ-અભિનેત્રી વિશે એક વિચિત્ર કિસ્સો શેર કર્યો. તેણે કહ્યું હતું કે કેવી રીતે રોમેન્ટિક ગીત તેના માટે માથાનો દુખાવો બની ગયું હતું. તો ચાલો અમે તમને 'થ્રોબેક ઈન્ટરવ્યુ' સિરીઝમાં બોબી દેઓલના ઈન્ટરવ્યુંને જણાવીએ કે તેને શું કહ્યું હતું. .
મનિષાના મોંઢામાંથી આવતી હતી દુર્ગેંધ
બોબી દેઓલ, કાજોલ અને મનીષા કોઈરાલા 1997માં આવેલી ફિલ્મ 'ગુપ્ત'માં સાથે જોવા મળ્યા હતા. ચાહકોને આ ત્રણેયને એટલી પસંદ આવી કે આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ. તે સમયે બોબી દેઓલે ફિલ્મ સાથે જોડાયેલી એક વિચિત્ર ઘટના જણાવી હતી કે તે કેવી રીતે મનીષા કોઈરાલાના મોઢામાંથી આવતી દુર્ગંધથી કંટાળી ગયો હતો.
બોબી દેઓલને દુર્ગંધ આવે છે
'ફિલ્મફેર' સાથેની વાતચીતમાં બોબી દેઓલે કહ્યું હતું કે, 'મારી તેમની સાથે સારી બનતી હતી, પરંતુ અમે મિત્ર બની શક્યા નહીં. એક વખત 'બેચૈનિયાં' ગીતનું શૂટિંગ ચાલી રહ્યું હતું. તેણે તેનું મોં મારા ચહેરા પાસે લાવવાનં હતું અને તેની દાઢીને મારે દાંત વડે કરડવાની હતી. પણ જેવી તે મારી નજીક આવી, મારું દિમાગ હલી ગયું હતું. કારણ કે તેના મોઢામાંથી દુર્ગંધ આવી રહી હતી. ,
મનીષા કોઈરાલાએ ડુંગળી ખાધી હતી
'શૂટિંગ પહેલાં મનિષા કોયરાલાએ ડુંગળી અને લીલી ચટણી ખાધી હતી. આવી સ્થિતિમાં મારા માટે રોમેન્ટિક સીન કરવા ખૂબ જ મુશ્કેલ બની ગયા હતા. કોઈક રીતે મેં એ સીનને મેનેજ કરીને પૂરો કર્યો હતો.
બોબી દેઓલે બદલો લીધો હતો
આ જ ઈન્ટરવ્યુમાં બોબી દેઓલે પણ કહ્યું હતું કે તે ફરી મનીષા કોઈરાલાથી બદલો લેવા માટે મક્કમ છે. તેણે ફાઈટર માસ્ટર ફિલ્મમાં મનીષાના ભાઈની ભૂમિકા ભજવનાર અભિનેતાને આ જ વાતનું પુનરાવર્તન કરવા કહ્યું. બોબીએ તેને કહ્યું હતું કે મનીષા સાથે શૂટિંગ કરતા પહેલા ખૂબ જ ડુંગળી ખાઈને આવ. જેથી તે પણ પરેશાન થાય, પરંતુ મનીષા કોઈરાલાને કંઈ ખબર ન હોવાથી આ પ્લાન બરબાદ થઈ ગયો હતો.