મુંબઈ : જેકી શ્રોફના દીકરા ટાઇગર શ્રોફની લોકપ્રિયતા યુવાનોમાં દિવસેને દિવસે વધી રહી છે. તેના એક્શન દ્રશ્યોને લીધે તેણે પોતાનું એક ખાસ સ્થાન બનાવ્યું છે. હાલમાં ટાઇગર ફિલ્મમેકર કરણ જોહરના લોકપ્રિય શો કોફી વિથ કરણમાં આવ્યો હતો ત્યારે તેણે પોતાના બેડરૂમ સિક્રેટનો ખુલાસો કર્યો છે. આ શોમાં ટાઇગરે જણાવ્યું છે કે તેણે નાનપણમાં જ્યારથી હોરર ફિલ્મો જોઈ છે ત્યારથી તે બેડરૂમમાં એકલો નથી સુઈ શકતો. ટાઇગરના ઘરે તેના રૂમમાં તેની માતા સુઈ  જાય છે અને તે જ્યારે આઉટડોર શૂટિંગમાં હોય ત્યારે તે આગ્રહ કરીને ક્રુ મેમ્બરને પોતાના રૂમમાં સુવડાવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફિલ્મમેકર કરણ જોહરના ચેટ શોમાં ટાઇગરે આખરે દિશા સાથેના તેના સંબંધોની સ્પષ્ટતા કરવાની ફરજ પડી છે. કરણ જોહરે જ્યારે તેને દિશા સાથેના તેના સંબંધો વિશે સીધો સવાલ કર્યો ત્યારે ટાઇગરે કહ્યું કે, "હું તેનો બહુ સારો મિત્ર છું. મને તેની કંપની ગમે છે અને હું તેની સાથે ખુશ રહું છું. મારા અને દિશાના રસના વિષયો સરખા છે. બોલિવૂડમાં મારા ખાસ મિત્રો નથી પણ દિશા સાથે મને ફાવે છે."


ટાઇગર શ્રોફની પ્રોફેશનલ લાઇફની વાત કરીએ તો તે બહુ જલ્દી સ્ટુડન્ટ ઓફ ધ યર 2માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે તારા સુતરિયા અને અનન્યા પાંડે જોવા મળે છે. હાલમાં પણ એવો ખુલાસો થયો છે કે બાગી 3માં ફરીવાર ટાઇગર શ્રોફ અને શ્રદ્ધા કપૂરની જોડી જોવા મળશે.  ટાઇગરની સ્ટુડન્ટ ઓફ ધ યર 2 10 મેના દિવસે રિલીજ થઈ રહી છે. આ ફિલ્મ પુનિત મલ્હોત્રા ડિરેક્ટ કરી રહ્યો છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક....