મુંબઈ: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના દરેક પાત્રોને પ્રશંસકો ભરપૂર પ્રેમ કરે છે. આ શોમાં જેઠાલાલ એટલે કે દિલીપ જોશીનું નામ આજે ટીવી વર્લ્ડનું સૌથી મોટું નામ થઈ ગયું છે, તેઓ પોતાની કોમેડીથી પ્રશંસકોને ભરપૂર મનોરંજનનો આનંદ આપે છે. એટલું જ નહીં સીરિયલમાં બબીતાજી અને જેઠાલાલની કેમેસ્ટ્રી પણ લોકોને ખુબ જ પસંદ પડી રહી છે. પરંતુ શું તમને ખબર છે દિલીપ જોશીના કરિયરની એક લાંબી કહાની છે. એક સમય એવો પણ આવ્યો હતો કે દિલીપ જોશી બેરોજગાર હતા. પરંતુ આજે કિસ્મતે પલ્ટી મારતા તેમની પાસે કરોડોની સંપત્તિ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અહેવાલોના મતે, જેઠાલાલની ભૂમિકા નિભાવવા માટે દિલીપ જોશીને એક એપિસોડ દીઠ 1.50 લાખની આસપાસ ફીસ મળે છે. તેઓ શોના હાઈએસ્ટ પેડ અભિનેતા હોય એવું જાણવા મળે છે. મીડિયા રિપોર્ટ્સના મતે, દિલીપ જોશીનું નેટવર્થ 43 કરોડની આસપાસ છે.


Photos: કાન્સના ઈતિહાસમાં ગુજરાતનો ડંકો…ફિલ્મ અભિનેત્રી કોમલ ઠક્કરે રેડ કાર્પેટ પર વૉક કરી વધાર્યું ગૌરવ


દિલીપ જોશીએ આમ જોવા જઈએ તો ફિલ્મોમાં પણ કામ કર્યું છે, તેઓ સલમાન ખાનની સાથે ફિલ્મ મૈને પ્યાર કિયામાં સ્ક્રીન શેર કરી ચૂક્યા છે. પરંતુ કદાચ તમે તે વખતે ઓળખી શક્યા નહીં હોય. એટલું જ નહીં દિલીપ જોશી ઘણા ફિલ્મોમાં નજરે પડ્યા છે. પરંતુ તેઓ ફિલ્મી દુનિયામાં કંઈ વધારે કરી શક્યા નથી, તેમણે પ્રસિદ્ધિ સીરિયલ મારફતે જ મળી છે.


દિલીપ જોશી ઉર્ફે જેઠાલાલે ફિલ્મોની જેમ ઘણા ટીવી શોમાં પણ કામ કર્યું છે. તારક મહેતા શોમાં જેઠાલાલનો રોલ કરીને જ દિલીપ જોશી દરેક ઘરે જાણીતા બન્યા છે. 2008માં જ્યારે તારક મહેતા શરૂ થઈ ત્યારથી લઈને આજ સુધી દિલીપ જોશી આ શોનો ભાગ છે અને લાઈમલાઈટમાં બનેલા છે.


દિલીપ જોશીના કરિયર વિશે વાત કરીએ તો 1989માં પોતાની એક્ટિંગ ફિલ્મ મૈને પ્યાર કિયા થી શરૂઆત કરી હતી. તેમણે 12 વર્ષની ઉંમરમાં બેકસ્ટેજ આર્ટિસ્ટ કરિયરની શરૂઆત કરી હતી. ત્યારે તેમણે દરેક રોલના 50 રૂપિયા મળતા હતા. તેઓ થિયેટરને લઈને પેશનેટ હતા. પરંતુ એક સમય એવો પણ આવ્યો કે પ્લેના કારણે દિલીપ જોશીને પોતાનું કરિયર અધવચ્ચે છોડવું પડ્યું હતું.


Driving Licence ને લઇ મોટા ખુશખબર, હવે દિવસમાં નથી ટાઈમ! તો સાંજે બિલકુલ સરળતાથી આ રીતે કઢાવો લાયસન્સ


ઉલ્લેખનીય છે કે, તમને વિશ્વાસ નહીં થાય પરંતુ દિલીપ જોશી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલ સાઈન કર્યાના 1 વરષ પહેલા બેરોજગાર રહ્યા હતા. આશ્ચર્યની વાત તો એવી છે કે તારક મહેતાની જ્યારે દિલીપ જોશીને ઓફર મળી હતી ત્યારે તેમણે નકારી દીધી હતી, કારણ કે તે વખતે તેઓ બીજી સીરિયલ સાથે જોડાયેલા હતા. બાદમાં સીરિયલનું પ્રોડક્શન બંધ થયું ત્યારબાદ દિલીપ જોશીએ તારક મહેતા સીરિયલ માટે હા પાડી હતી. પરંતુ તમને ખબર ના હોય તો જણાવી દઈએ કે દિલીપ જોશીને મેકર્સે જેઠાલાલનો રોલ નહીં પરંતુ ચંપક લાલનો રોલ ઓફર કર્યો હતો. દિલીપ જોશીને લાગ્યું કે તેઓ જેઠાલાલની ભૂમિકા સારી રીતે નિભાવી શકશે. બાદમાં તેમણે જેઠાલાલ માટે ઓડિશન આપ્યું ત્યારબાદ પછી શું થયું તે તો તમે જાણો જ છો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube