છાતીમાં ઈન્ફેક્શન બાદ દિલીપ કુમાર હોસ્પિટલમાં દાખલ, હાલત સ્થિર
બોલીવુડના ટ્રેજેડી કિંગ દિલીપ કુમારના સ્વાસ્થ્ય ખરાબ થવાના સમાચાર છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મુંબઈઃ બોલીવુડના ટ્રેજેડી કિંગ દિલીપ કુમારનું સ્વાસ્થ્ય ખરાબ છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દિલીપ કુમારના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પરથી તેમના સ્વાસ્થ્ય વિશે જાણકારી આપવામાં આવી છે.
ટ્વીટ પ્રમાણે, સાહેબ મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ છે, છાપીમાં દુખાવો અને ઈન્ફેક્શનને કારણે તેઓ બેચેની અનુભવી રહ્યાં હતા. તેમને સારૂ થઈ રહ્યું છે. તેમને તમારી દુવાઓ અને પ્રાર્થનાઓની જરૂર છે.
લીલાવતી હોસ્પિટલના ડોક્ટર દિલીપ સાહેબના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી રહ્યાં છે. દિલીપ કુમારની ઉંમર 95 વર્ષ છે. દિલીપ કુમાર ઘણા વૃદ્ધ થઈ ગયા છે. તેઓ આજકાલ જાહેરમાં દેખાતા નથી. પોતાના ઘરમાં જ રહે છે, તેમની દેખરેખ પત્ની સાયરા બાનો કરે છે. છેલ્લા ઘણા સમયથી બોલીવુડના ઘમા દિગ્ગજ દિલીપ કુમારના ઘરે જઈને તેમનું સ્વાસ્થ્યની જાણકારી લઈ રહ્યાં છે.
દિલીપ કુમારનો જન્મ પેશાવર (હવે પાકિસ્તાનમાં) શહેરમાં 11 સપ્ટેમ્બર 1922ના દિવસે થયો હતો. તેમણે 1944માં ફિલ્મ જ્વાર ભાટાથી ડેબ્યૂ કર્યું હતું. ક્રાંતિ, મુગલ એ આઝમ, દેવદાસ, ગંગા જમુના, મધુમતી, નયા દૌર, કોહિનૂર, રામ અને શ્યામ, આઝાદ, સૌદાગાર વગેરે તેમની મહત્વની ફિલ્મો છે. પાકિસ્તાનના સર્વોચ્ચ સન્માન નિશાન-એ-ઇમ્તિયાજથી તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.