સાયરા નહીં આ અભિનેત્રીને પોતાના દુલ્હન બનાવવા ઈચ્છતા હતા દિલીપ કુમાર, પણ અધુરો રહી ગયો પહેલો પ્રેમ
દિલીપ કુમાર પોતાના સમયની સૌથી સુંદર અભિનેત્રીમાંથી એક સાયરા બાનોના પ્રેમમાં પડ્યા અને તેની સાથે લગ્ન કર્યાં હતા. પરંતુ સાયરા બાનો સાથે પોતાના સંબંધ પહેલા દિલીપ કુમારનું દિલ એક અન્ય હસીના માટે ધડકતું હતું.
નવી દિલ્હીઃ દિલીપ કુમાર અને સાયરા બાનોની લવ સ્ટોરી દુનિયાભરમાં જાણીતી છે. દિલીપ કુમાર પોતાના સમયની સૌથી સુંદર અભિનેત્રીમાંથી એકના પ્રેમમાં પડી ગયા હતા. પરંતુ શું તમે જાણો છો કે સાયરા બાનો સાથે લગ્ન પહેલા દિલીપ કુમાર એક સુંદર હસીનાના પ્રેમમાં હતા. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે દિલીપ કુમાર કામિની કૌશલને પ્રેમ કરતા હતા. બંનેએ વર્ષ 1948માં ફિલ્મ શહીદમાં સાથે કામ કર્યું હતું. આમ તો દિલીપ કુમારના જીવનના અનેક કિસ્સા તમને સોશિયલ મીડિયા પર વાંચવા અને સાંભળવા મળી જશે, પરંતુ અભિનેતાના જીવનનું આ રાઝ ખુબ ઓછા લોકોને ખબર છે.
કહેવાય છે કે આ ફિલ્મના શૂટિંગ દરમિયાન દિલીપ કુમાર અને કામિની કૌશલ એકબીજાની નજીક આવી ગયા હતા. બંને લગ્ન કરવા ઈચ્છતા હતા, પરંતુ આ થવું અસંભવ હતું કારણ કે કામિની પહેલાથી પરીણિત હતી. કહેવાય છે કે કામિની કૌશલની બહેનના મોત બાદ બાળકોનું ધ્યાન રાખવા માટે તેના લગ્ન તેના બનેવી સાથે કરાવી દેવામાં આવ્યા હતા. ઈચ્છા ન હોવા છતાં મજબૂરીમાં કામિનીએ આ લગ્ન કરવા પડ્યા હતા. તેવામાં પરિવારજનોને કામિની અને દિલીપના સંબંધોની જાણ થઈ તો ખુબ હંગામો થયો હતો.
આ પણ વાંચોઃ Kriti Sanon Photos: કૃતિ સેનન ટી-શર્ટ એ તો ભારે કરી, સોશિયલ મીડિયા પર ફરતા થયા ફોટા
રિપોર્ટ્સ પ્રમાણે કામિની કૌશલે દિલીપ કુમારને તેનાથી દૂર રહેવાની ધમકી આપી હતી. કહેવાય છે કે પરિવારજનોના દબાવ બાદ કામિની કૌશલ અને દિલીપ કુમારે પોતાના સંબંધો પર હંમેશા માટે પૂર્ણ વિરામ લગાવી દીધો હતો. ત્યારબાદ દિલીપ કુમારને પોતાનાથી 22 વર્ષ નાની સાયરા બાનો સાથે પ્રેમ થયો, ત્યારબાદ બંનેએ લગ્ન કરી લીધા હતા.