દીલિપકુમાર આ વર્ષે નહીં ઉજવે પોતાનો 95મો જન્મદિવસ કારણ કે...
વયોવૃદ્ધ અભિનેતા દીલિપકુમારે પોતાના ન્યુમોનિયાનો ઇલાજ કરાવ્યો છે. આજે તેઓ 95 વર્ષના થઈ ગયા છે
નવી દિલ્હી : વયોવૃદ્ધ અભિનેતા દીલિપકુમારે પોતાના ન્યુમોનિયાનો ઇલાજ કરાવ્યો છે. આજે તેઓ 95 વર્ષના થઈ ગયા છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા પણ હવે તેમની તબિયત સારી છે. દીલિપકુમારના પરિવારના એક સ્વજન ફૈઝલ ફારુકીએ દીલિપકુમારના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર ટ્વીટ કરી છે કે "દીલિપકુમાર હવે બેહતર છે. તેમના ન્યુમોનિયાની સારવાર થઈ ગઈ છે. અલ્લાહનો આભાર."
આ પોસ્ટ પછી ફારુકીએ અન્ય પોસ્ટમાં દીલિપકુમારની લેટેસ્ટ તસવીર પણ શેયર કરી છે જેમાં તેઓ એકદમ નબળા નજરે ચડે છે. દર વર્ષે દીલિપકુમાર પોતાના જન્મદિવસની ઉજવણી કરે છે પણ આ વખતે તેઓ બર્થ-ડે સેલિબ્રેટ નથી કરી રહ્યા અને આ વાતની જાણકારી પત્ની સાયરાબાનોએ એક ટ્વીટ કરીને આપી છે.
સાયરાબાનોએ ટ્વીટ કરીને લખ્યું છે કે દીલિપકુમારના જન્મદિવસે તેમના ભાઈ, બહેન અને નજીકના સ્વજનો મુલાકાત કરીને ઉજવણી કરે છે. મારો સંદેશો દીલિપસાબ માટે દુઆ કરનાર તેના ચાહકો સુધી પહોંચે અને હું બધાનો આભાર માનું છું.
સાયરાબાનોએ ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી છે કે મને વારંવાર સવાલ કરવામાં આવી રહ્યો છે કે કે દીલિપસાબના જન્મદિવસ માટે શું તૈયારીઓ ચાલી રહી છે. દર વર્ષે આ દિવસે અમારું ઘર ફુલોથી સજેલા પરીલોકમાં બદલાઈ જાય છે.
આ વર્ષે દીલિપસાબના જન્મદિવસે અમારું ઘર મિત્રો અને પરિજનો માટે ખુલ્લું રહે છે અને તેઓ દીલિપસાબ સાથે સમય ગાળે છે. જોકે 11 ડિસેમ્બર, 2017ના દિવસે આવું નહીં થઈ શકે કારણ કે ડોક્ટરે ઇન્ફેક્શનના કારણે દીલિપસાબને આરામ કરવાની સલાહ આપી છે.
ઓગસ્ટ મહિનામાં ડિહાઇડ્રેશનના કારણે દીલિપકુમારને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે તેઓ બહુ જલ્દી સાજા થઈને ઘરે પરત ફર્યા હતા. પરિવારના એક સ્વજનને આપેલી માહિતી પ્રમાણે તેમના પત્ની સાયરાબાનુ સતત તેમની સાથે જ રહે છે અને સારસંભાળ રાખે છે.
(ઇનપૂટ આઇએએસમાંથી પણ સાભાર)