સોશિયલ મીડિયા પર એક ભૂલ કરી બેઠા રામાયણ ફેમ દીપિકા ચિખલિયા, થવા લાગ્યા ટ્રોલ
દીપિકા ચિખલિયાએ હાથમાં તિરંગો લઈને ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં તેમણે આઝાદી દિવસની શુભેચ્છા આપી છે. પરંતુ તેમણે ભારતના પ્રધાનમંત્રીને ટેગ કરવાની જગ્યાએ તેમણે પાકિસ્તાનના પીએમઓ હેન્ડલને ટેગ કરી દીધું.
નવી દિલ્હીઃ આજે દેશભરમાં આઝાદીનો જશ્ન મનાવવામાં આવી રહ્યો છે. 15 ઓગસ્ટ 2022ના આપણે આઝાદીના 75 વર્ષ પૂરા કરી લીધા છે. તેવામાં સરકારે હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરી હતી. દેશભરમાં ઘરે-ઘરે ઝંડો ફરકાવવામાં આવ્યો હતો. સામાન્ય નાગરિકોની સાથે-સાથે બોલીવુડ અને ટીવી સ્ટાર્સે પણ પોતાના ઘરે તિરંગો ફરકાવ્યો. પરંતુ રામાયણ ફેમ અભિનેત્રી દીપિકા ચિખલિયાથી એક ભૂલ થઈ ગઈ.
દીપિકા ચિખલિયાથી થઈ ભૂલ
દીપિકા ચિખલિયાએ ટ્વિટર પર હાથમાં ઝંડો પકડી ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં તે સફેદ કપડામાં સલામ કરતા જોવા મળી રહ્યાં છે. તેમના હાથમાં તિરંગો છે. દીપિકાએ ફોટો શેર કરતા લખ્યું, '75માં સ્વતંત્રતા દિવસની બધાને શુભેચ્છા, પરંતુ તેમણે ભૂલથી ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જગ્યાએ પાકિસ્તાની પ્રધાનમંત્રીના ટ્વિટર હેન્ડલને ટેગ રી દીધું છે.'
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube