નવી દિલ્હીઃ વર્ષ 2018 ટીવી અભિનેત્રી દીપિકા કક્કડ માટે ખુશીભર્યું રહ્યું જ્યાં એક તરફ તેના જિવનમાં શોએબ ઈબ્રાહિમની એન્ટ્રી થઈ તો બીજી તરફ તે બિગ બોશ 12ની વિનર બની. દીપિકા કક્કડે બિગ બોશના ઘરમાં પોતાની ખાસ ઓળખ બનાવી અને આ સાથે 12મી સિઝનની ટ્રોફી પણ પોતાના નામે કરી હતી. શોમાં દીપિકાના ઘમા મિત્રો બન્યા તો તેને જિંદગીભર માટે શ્રીસંતના રૂપમાં એક નવો સંબંધ પણ મળ્યો. ભાઈ-બહેનની આ જોડીએ ફાઇનલ સુધીની સફર પણ સાથે કાપી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બિગ બોશ ફિનાલે બાદ વિનર બનેલી દીપિકા કક્કડે પોતાના ભાઈ શ્રીસંત માટે એક ઇમોશનલ પોસ્ટ ઇંસ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં દીપિકાએ લખ્યું કે, મારા માટે ગર્વની વાત છે કે, આપણે બંન્ને ટોપ-2મા પહોંચ્યા. દરેક મુશ્કેલ પરિસ્થિતિમાં મારો સાથ આપવા માટે ભાઈ તમારો આભાર. આપણા વચ્ચે ક્યારેય ઉંચ-નીચ ન થઈ પરંતુ આપણે બંન્ને હંમેશા એકબીજાની સાથે ઉભા રહ્યાં અને આ આપણી શક્તિ રહી. હું હંમેશા તારી બહેન રહીશ. 


સામે આવ્યું 'ગલી બોય'નું પ્રથમ પોસ્ટર, જોવા ન મળ્યો બોલીવુડનો 'સિંબા' રણવીર સિંહ


મહત્વનું છે કે, ફિનાલે રાઉન્ડમાં ચાર કંટેસ્ટેન્ટ પહોંચ્યા હતા, જેમાં શ્રીસંત અને દીપિકા સિવાય રોમિલ ચૌધરી અને દીપક ઠાકુર પણ દાવેદાર હતા. દીપક અને શ્રીસંતના ફેન્સ તેને જીતતો જોવા ઈચ્છતા હતા પરંતુ અંતમાં દીપિકાએ બાજી મારી હતી.