મુંબઈ : દિશા પટણીએ પોતાની  લેટેસ્ટ તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેયર કરી છે અને આ તસવીર તરત જ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ ગઈ હતી અને લોકોએ દિશાને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. દિશા આ પહેલાં પણ પોતાની તસવીરને કારણે ટ્રોલર્સનો ટાર્ગેટ બની ચુકી છે. આ પહેલાં દિશા એમએસ ધોની : ધ અનટોલ્ડ સ્ટોરી તેમજ બાગી  જેવી ફિલ્મોમાં જોવા મળી છે. દિશા સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ ઇન્સ્ટાગ્રામ પર બહુ એક્ટિવ રહે છે. તે પોતાની તસવીર અને વીડિયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી રહે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિશાએ સોમવારે જે તસવીર શેયર કરી છે એમાં તેણે ગુલાબી રંગનું ટીશર્ટ પહેર્યું છે. આ ટીશર્ટને ટાર્ગેટ બનાવીને લોકોએ દિશાને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. ઇન્સ્ટા પર દિશા હંમેશા કેલ્વિન ક્લેનની એડ કરતી જોવા મળી છે. આ વખતે તેને ટીશર્ટમાં જોઈને લોકોએ તેને ટ્રોલ કરીને કહી દીધું કે આ વખતે લાગે છે કે શરીર ઢાંકવા માટે કેલ્વિન ક્લેને કપડાં આપી દીધા છે. 


[[{"fid":"211816","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


[[{"fid":"211817","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


[[{"fid":"211818","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]


દિશા તેના અંગત જીવનને કારણે બહુ ચર્ચામાં છે. દિશા અને ટાઇગર અનેકવાર સાથે જોવા મળે છે અને પાપારાઝીઓને પોઝ પણ આપે છે. આ બંનેએ ક્યારેય પોતાના સંબંધોની સ્પષ્ટતા નથી કરી પણ બંને ડેટિંગ કરી રહ્યા છે એ ઓપન સિક્રેટ છે. દિશા હવે અલી અબ્બાસ ઝફરની ફિલ્મ ભારતમાં જોવા મળશે. આ ફિલ્મમાં તે સલમાન ખાન અને કેટરિના કૈફ જેવા સ્ટાર્સ સાથે કામ કરી રહી છે. નોંધનીય છે કે હાલમાં એક મીડિયા પોર્ટલ પર એવા સમાચાર આવ્યા હતા કે બોલિવૂડ સ્ટાર હૃતિક રોશને નવોદિત એક્ટ્રેસ દિશા પટનીની છેડતી કરવાનો પ્રયાસ કર્યો જેના કારણે દિશાએ તો હૃતિક સાથેની ફિલ્મ કરવાનું જ માંડી વાળ્યું છે. આ રિપોર્ટ પછી હૃતિક રોશને પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વીટ કરીને આ સમાચારને ખોટા ગણાવીને મીડિયા પોર્ટલનો બરાબર ઉધડો લીધો હતો. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...