નવી દિલ્હીઃ બાગી 2 અભિનેત્રી દિશા પટનીએ પોતાના ફેન્સ માટે ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર નવો ડાન્સ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં દિશા સેલેના ગોમેજના લેટેસ્ટ ગીત 'આઇ કાન્ટ ગેટ ઇનફ' પર શાનદાર ડાન્સ મૂવ્સ કરતી જોવા મળી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વીડિયોમાં દિશા પોતાની મિત્ર ડિમ્પલની સાથે છત પર ડાન્સ કરી રહી છે. તેણે બ્લેક સ્પોર્ટ્સ બ્રાની સાથે બેબી પિંક ક્રોપ હુડી અને પાયજામો પહેર્યો છે. વીડિયોમાં દિશાનું એનર્જી લેવલ ગજબનું છે અને તે દરેક ડાન્સ સ્ટેપને એન્જોય કરતી દેખાઈ રહી છે. લગભગ આ વર્કઆઉટ કરવાની નવી રીત છે. 



આ વીડિયોની સાથે '#justchilling with Dimple Kotecha. In love with this new track, can't get enough,' કેપ્શન પણ લખ્યું છે. ચિલ કરવાના મૂડમાં આ ડાન્સ વીડિયોમાં બંન્ને મિત્રોએ કમાલનું પર્ફોમન્સ કર્યું છે. 



દિશા પટની પોતાની ફિટનેસ અને બોયફ્રેન્ડ ટાઇગર શ્રોફને લઈને હંમેશા ઈન્ટરનેટ પર છવાયેલી રહે છે. થોડા દિવસ પહેલા તે પોતાના શાનદાર વર્કઆઉટ સેશન્સને કારણે ચર્ચામાં હતી. આમ તો તેની ચર્ચામાં બોયફ્રેન્ચ ટાઇગર શ્રોફનું પણ યોગદાન છે. ઇંસ્ટાગ્રામ પર આ ડાન્સ ક્લિપને પોસ્ટ કર્યા બાદ પોતાના ફેન્સને ખાસ કરીને યુવતીઓને ફિટનેસ મંત્ર માટે હવે વધુ કંઇ જોવાની જરૂર નહીં પડે.