મુંબઈ : હાલમાં ચાલી રહેલી ચર્ચા પ્રમાણે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દિશા વાકાણી હવે દયાબેનના રોલમાં જોવા નહીં મળે અને આ રોલમાં ગુજરાતી અભિનેત્રી અમી ત્રિવેદીને સાઇન કરવાની વિચારણા ચાલી રહી છે. જોકે ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં આવેલા અહેવાલ પ્રમાણે શોમાં અમી ત્રિવેદીના કાસ્ટિંગ અંગે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના પ્રોડ્યુસર આસિત મોદીએ ખુલાસો કર્યો છે કે હજુ સુધી અમે દયાબેનના રોલ માટે કોઈ એક્ટ્રેસને ફાઈનલ નથી કરી. હજુ પણ યોગ્ય એક્ટ્રેસની શોધ ચાલી રહી છે. હાલમાં એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં આસિત મોદીએ ઇશારો કરતા કહ્યું હતું કે તેઓ તમામ શક્યતા માટે ખુલ્લા મનથી વિચારી રહ્યા છે અને શક્ય છે કે કદાચ દિશા પણ કમબેક કરે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોકે સ્પોટબોયના લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે દિશા વાકાણીએ સિરિયલના પ્રોડક્શન હાઉસ નીલા ટેલિફિલ્મ્સ સાથે જોડાયેલા કોઈ વ્યક્તિનો સંપર્ક કર્યો છે. આવું કરીને દિશાએ નિર્માતાઓ સાથેના વાતચીતના દરવાજા ખોલી નાખ્યા છે. 


સુસ્મિતા સેનના ઘરે વાગશે શરણાઈના સૂર અને ગાજશે લગ્નની ધમાલ


ચર્ચા પ્રમાણે દિશાના પતિ મયુરે શરત મૂકી હતી કે દિશા માત્ર દિવસના ચાર જ કલાક શૂટ કરશે અને મહિનાના 15 જ દિવસ કામ કરશે. આ ઉપરાંત દિશાને તેની ફીમાં 100 ટકા વધારો જોઈતો હતો. વળી મયૂરને લાગતું હતું કે પ્રોડ્યુસરે દિશાને અમુક રકમ ચૂકવી નથી પરંતુ પ્રોડક્શન હાઉસે આ વાતને રદિયો આપી દીધો હતો.


દિશાએ 24 નવેમ્બર, 2015ના દિવસે મયુર પડિયા સાથે લગ્ન કર્યા હતા અને 30 નવેમ્બર, 2017એ દીકરીને જન્મ આપ્યો હતો. દિશા ત્યારથી પોતાની દીકરીની સાથે સમય વિતાવી રહી હતી અને શોમાં જોવા નથી મળી રહી. દિશાએ 2017ના સપ્ટેમ્બરમાં તારક મહેતા.. શો માટે અંતિમ વખત શૂટ કર્યું હતું.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...