Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મહેતા શોમાં દયાબેનની યાદો તો પ્રશંસકોને હજુ પણ આવી રહી છે, પરંતુ તેઓ હવે આ શોમાં પાછા ફરવાના નથી તે વાતનો ખુલાસો શોના મેકર્સે આપી દીધો છે. શોમાં દયાબેનની બે વિશેષતાઓ માટે હંમેશાં યાદ રાખવામાં આવશે, એક તેમનો અવાજ અને બીજા તેમના ગરબા. પરંતુ હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે, પરંતુ આ શું દયાબેન ગરબા છોડી માછીમારવાળો ડાન્સ કેમ કરતા નજરે પડી રહ્યા છે, જેને જોઈને તેમના ફેન્સ પણ આશ્ચર્યમાં મૂકાયા છે. કારણ કે અગાઉ દિશા વાકાણીનું આવું સ્વરૂપ ક્યારેય કોઈને જોયું નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દયાબેન 3 વર્ષથી શોમાં જોવા મળ્યા નથી પરંતુ તે એટલી લોકપ્રિય છે કે તે તેમના પાત્ર માટે અહેવાલોમાં હંમેશાં ચમકતા રહે છે. તાજેતરમાં તેમનો એક ખૂબ જ જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે એક ગીત પર ડાન્સ કરતી જોવા મળી રહી છે, પરંતુ દયાબેનની સ્ટાઈલ લોકોને ગમી નથી રહી.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube