Don Movie Completes 44 Years: બાહુબલીથી ભુલ ભુલૈયા 2 સુધી રિલીઝ થયેલી તમામ ફિલ્મોને લઇને જે રિસ્પોન્સ મળ્યો છે તે તમે જાણો છો. થિયેટરમાં રિલીઝ થયેલી ભુલ ભુલૈયા 2 ને પણ લોકો ઘણી પસંદ કરી રહ્યા છે. કેટલીક ફિલ્મો રિલીઝ થવાની સાથે જ છવાઈ જાય છે. તો કેટલીક ફિલ્મો રિલીઝ થતા પહેલા જ ધૂમ મચાવવાની શરૂ કરી દે છે જેના કારણે તેનું એડવાન્સ બુકિંગ પણ હાઉસફૂલ થઈ જાય છે. આરઆરઆર અને કેજીએફને લઇને કંઈક આવો જ માહોલ જોવા મળ્યો હતો, પરંતુ શું તમને ખબર છે કે આવી જ એક ફિલ્મ છે જેણે 44 વર્ષ પહેલા આવી ધૂમ મચાવી હતી. આ ફિલ્મને જોવા માટે મુવીના એડવાન્સ ટિકીટ બુકિંગ માટે લાંબી લાઈનો લાગી હતી. આપણે વાત કરી રહ્યા છે સુપરસ્ટાર અમિતાભ બચ્ચનની સુપરહિટ ફિલ્મ ડોનની...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડોન મુવીએ પૂર્ણ કર્યા 44 વર્ષ
વર્ષ 1978 આ એક એવું વર્ષ હતું જ્યારે હિન્દી સિનેમા જગતના પોપ્યુલર હીરો અમિતાભ બચ્ચન ખલનાયક બની પરદા પર ઉતર્યા હતા. એક ડોનના રોલમાં અમિતાભ બચ્નને જોવો એ ઓડિયન્સ માટે અશ્ચર્યજનક વાત હતી. ત્યારે નિર્માતા અને નિર્દેશક બંને માટે આ એક મોટો જુગાર હતો, પરંતુ તેમણે આ જુગાર રમવાનું નક્કી કર્યું અને તેઓ સફળ પણ થયા. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનને લોકોએ એટલા પસંદ કર્યા કે ફિલ્મની ટિકિટનું એડવાન્સ બુકિંગ માટે એવી સ્થિતિ હતી જેની તસવીર તમે જોઇ શકો છો. લાંબી લાઈન માત્ર એક ટિકિટ લેવા માટે લાગી હતી. આ ફિલ્મ અમિતાભ બચ્ચનના કરિયરની સૌથી મોટી હિટ ફિલ્મ સાબિત થઈ અને તેઓ રાતો રાત સ્ટારથી સુપરસ્ટાર બની ગયા હતા.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube