મુંબઇ: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં ડો. હંસરાજ હાથીનું પાત્ર ભજવનાર કવી કુમાર આઝાદનું આજે મહારાષ્ટ્રના મીરા રોડ વોકહાર્ટ હોસ્પિટલમાં હાર્ટએટેકથી મોત નિપજ્યું છે. તેમણે આમિર ખાનની મેલા અને પરેશ રાવલ સાથે ફંટૂશ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. આર જે આલોકે પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાન્ટ દ્વારા જાણકારી શેર કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' નાના પડદા પર પ્રખ્યાત શો છે. તેમનું આ પાત્ર પોતાનામાં ખાસ છે. ટપ્પૂ સેના, માસ્ટર ભિડે, બબીતા જી, બાબૂ જી, સોઢી અને સૌની સાથે મનોરંજનનો તડકો લગાવનાર દયાબેન. આ શો દરેકનો ફેવરિટ છે. 



આ શોના ફેન્સ દયાબેનને ખૂબ મિસ કરી રહ્યા છે. જોકે દિશા વાકાણી એટલે કે દયાબેન શોમાંથી ગાયબ છે. મેટર્નિટી લીવ પર ગયેલી દયા થોડા સમય બાદ શો પર પરત ફરી હતી. પરંતુ બાળકીની દેખભાળને પ્રાથમિકતા આપતાં દિશાએ ફરીથી બ્રેક લીધો. પ્રોડક્શન ટીમે ઘણીવાર દિશાને મળીને તેમને પરત ફરવા માટે કહ્યું. પરંતુ દિશા હાલ પુત્રી પર ધ્યાન આપી રહી છે. એટલા માટે તેમને કામથી દૂર રાખવાનો નિર્ણય કર્યો. થોડા દિવસો પહેલાં એક્ટરના ટ્વિટર એકાઉન્ટ પરથી ફોટો પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ ફોટામાં એક્ટરે કહ્યું હતું- ''કોઇએ કહ્યું કે કલ હો ન હો, હું કહું છું પલ હો ન હો. દરેક પળ જીઓ.
 



એક્ટરના મોતથી ટીવી ઇંડસ્ટ્રીને ખૂબ મોટો ઝટકો લાગ્યો છે. મીડિયા રિપોર્ટના અનુસાર એક્ટરે 2010માં પોતાના 80 કિલો વજન સર્જરીથી ઓછું કર્યું હતું. આ સર્જરી બાદ તેમને રોજિંદા જીંદગીમાં ખૂબ સરળતા હતી. એક  ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું, ''મને ખુશી છે કે લોકોએ મને મારા પાત્ર માટે પસંદ કર્યો.'' તમને જણાવવાની જરૂરી નથી કે ''તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા''ના લીધે જ કવિ કુમાર આઝાની ઓળખ ઘર-ઘરમાં થઇ.