નવી દિલ્હી: અભિનેતા આયુષ્યમાન ખુરાનાની ફિલ્મ ડ્રીમ ગર્લ તેના માટે  ખુબ જ લકી સાબિત થઈ રહી છે. પહેલા દિવસે ફિલ્મે 10 કરોડ જેટલું ઓપનિંગ મેળવ્યું. જ્યારે બીજા દિવસે શનિવારે તો ફિલ્મે તેના કરતા પણ ખુબ વધુ એટલે કે સાડા સોળ કરોડ જેટલી કમાણી કરી છે. ક્રિટિક્સે પણ ફિલ્મને સારા રિવ્યુઝ અને રેટિંગ્સ આપ્યા છે. આ સાથે જ ફિલ્મ આયુષ્યમાન ખુરાનાની સૌથી વધુ કમાણી કરી રહેલી  ફિલ્મ પણ બની ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શુક્રવારે રિલિઝ થયેલી આ ફિલ્મે બે દિવસમાં 25 કરોડનો આંકડો પાર કર્યો છે. ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે સોશિયલ મીડિયામાં ફિલ્મની બે દિવસની કમાણીના આંકડા બહાર પાડ્યા છે. ફિલ્મે પહેલા દિવસે 10.05 કરોડ રૂપિયાની કમાણી સાથે જબરદસ્ત ઓપનિંગ મેળવ્યું હતું. જ્યારે બીજા દિવસે ફિલ્મની કમાણીમાં શાનદાર ઉછાળો જોવા મળ્યો છે. બીજા દિવસે ફિલ્મે 16.42 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે જ ફિલ્મની બે દિવસની કમાણી 26.47 કરોડ રૂપિયા થઈ છે. 



આ આંકડાથી સ્પષ્ટ છે કે ફિલ્મ રવિવારે પણ બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરવાની છે. ફિલ્મના આ જબરદસ્ત પ્રદર્શનથી ફિલ્મની આખી ટીમમાં જશ્નનો માહોલ છે. અત્રે જણાવવાનું કે આ ફિલ્મ આયુષ્યમાન ખુરાનાની સૌથી મોટી ઓપનર પણ છે. 


આ ફિલ્મને રાજ શાંડિલ્યએ ડાઈરેક્ટ કરી છે. આયુષ્યમાન ખુરાનાએ પોતાની દમદાર એક્ટિંગથી બધાને ખુબ પ્રભાવિત કર્યા છે. કરમની ભૂમિકામાં જેટલો ક્યુટ અને માસૂમ દેખાય છે તેટલો જ પૂજાની ભૂમિકામાં તે અદાઓ અને હાવભાવથી લોકોને એટલા પ્રભાવિત કરે છે કે તેને ઓળખવો પણ મુશ્કેલ બની જાય છે કે  તે છોકરો છે કે છોકરી.