મુંબઇ: સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) કેસ સંબંધિત ડ્રગ્સ કેસની તપાસનો વ્યાપ વધતો જાય છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો આજે સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરની એનસીબી ઓફિસમાં પૂછપરછ કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ આધારે કરવામાં આવશે પૂછપરછ
એનસીબીની પૂછપરછ સુશાંત કેસમાં તેના ફાર્મ હાઉસમાં જઈ ડ્રગ્સને લઇને થશે. કેમ કે, સારા અને શ્રદ્ધાનું નામ સુશાંતના ફાર્મ હાઉસના પૂર્વ કેર ટેકર રહીસ અને બોટ મેન જગદીશે તેમના નિવેદનમાં લીધુ હતુ. જેથી એનસીબીની મુંબઇ ટીમ બંને સાથે રિયા સંબંધિત કેસથી જોડાયેલા સવાલ કરશે. આ બંનેની દિલ્હીની એસઆઇટીની ટીમ પણ બોલીવુડમાં ડ્રગ્સ મામલે પૂછપરછ કરશે. સાથે જ દિલ્હીની એસઆઇટી દીપિકા પાદુકોણને કરિશ્માની સામે બસાડી 2017ના ડ્રગ્સ ચેટને લઇને પૂછપરછ કરવાની છે. દીપિકા અને કરિશ્માની પૂછપરછ એનસીબી ગેસ્ટ હાઉસમાં થશે.


આ પણ વાંચો:- Drugs Case: NCBની પૂછપરછમાં સામેલ થવા ગેસ્ટ હાઉસ પહોંચી દીપિકા પાદુકોણ


સૂત્રોનું માનીએ તો આજે સારા અલી ખાનને એનસીબીની ટીમ જે સવાલ કરવાની છે, તે આ પ્રકારે છે-


  • શું તમે ડ્રગ્સ લીધા?

  • કોના કહેવા પર લીધા?

  • કોણે આપ્યા?

  • પેમેન્ટ કેવી રીતે કર્યું?

  • શું તમે ક્યારે રિયા પાસેથી ડ્રગ લીધા?

  • રિયાને તમે કેવી રીતે ઓળખો છો?

  • તમે રિયા ચક્રવર્તીને કેવી રીતે જાણો છો?

  • રૂઆ અને તમે ક્યારથી મિત્રો છો?


આ પણ વાંચો:- ડ્રગ્સ કેસ: મીડિયામાં નામ સામે આવતા કરણ જોહરે તોડ્યું મોન, પાર્ટી વિશે જાણો શું કહ્યું...


  • તમે અને સુશાંત શું કોઈ હોલીડે ટ્રિપ પર સાથે ગયા હતા?

  • રિયાએ જણાવ્યું હતું કે તમે સુશાંત સાથે ફિલ્મ 'કેદારનાથ'ના શૂટિંગ દરમિયાન ડ્રગ્સ લઇ રહ્યા હતા?

  • શું તમે સુશાંતની સાથે પણ ડ્રગ્સ લેતા હતા?

  • શું તમે સુશાંતના ફાર્મ હાઉસ પર કોઈ પાર્ટીમાં સામેલ થયા હતા?

  • તેમાં કેમ અને કઇ સેલિબ્રિટી આવી હતી?


આ પણ વાંચો:- ડ્રગ્સ કાંડમાં આજે મોટા રહસ્યો ખૂલશે, દીપિકા-સારા-શ્રદ્ધાની આકરી પૂછપરછ કરાશે 


  • હૈંગ આઉટ વિલા (પાવના)માં તમે કેટલી વખત ગયા?

  • શું આ રિસોર્ટમાં પણ ક્યારે કોઈ પાર્ટી થઈ?

  • આ પાર્ટીમાં વીડ લેવામાં આવ્યું?

  • તમે કરમજીત સિંહ આનંદને જાણો છો?

  • શું કરમજીતે ક્યારે તમારા ઘરે કુરિયરથી કોઈ પાર્સલ મોકલ્યું?

  • કેટલી વાર? પાર્સલમાં શું હતુ?

  • શું તમે કરમજીત સિંહ આનંદને ક્યારે કોઈ પેમેન્ટ કર્યું? કેટલું અને કયા મોડથી?


(મુંબઇથી પ્રોમોદ શર્મા, નિત્યાનંદ શર્મા, રાકેશ ત્રિવેદી અને અમિત રામસેનો રિપોર્ટ)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube