Dupatta Style: દુપટ્ટો એક સ્ટાઈલ અનેક, અપનાવો દુપટ્ટાની આ અનોખી સ્ટાઈલ
સુંદર દેખાવા માટે દુપટ્ટાની ડિઝાઈનથી લઈને તેની ડ્રેપિંગ સ્ટાઈલ પણ મહત્વ ધરાવે છે. અલગ અલગ પ્રકારે દુપટ્ટો નાખવાથી તમારો સિમ્પલ લૂક પણ સ્ટાઈલિશ લાગે છે. દુપટ્ટા વગર કોઈ પણ ટ્રેડિશનલ ડ્રેસ અધૂરો હોય છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ દુપટ્ટો, સૂટ અને લહેંગાને એક કમ્પ્લીટ લૂક આપે છે. સુંદર દેખાવા માટે દુપટ્ટાની ડિઝાઈનથી લઈને તેની ડ્રેપિંગ સ્ટાઈલ પણ મહત્વ ધરાવે છે. અલગ અલગ પ્રકારે દુપટ્ટો નાખવાથી તમારો સિમ્પલ લૂક પણ સ્ટાઈલિશ લાગે છે. દુપટ્ટા વગર કોઈ પણ ટ્રેડિશનલ ડ્રેસ અધૂરો હોય છે. પ્લેન સૂટ હોય કે પછી લહેંગા એક દુપટ્ટાના કારણે આખો લૂક બદલાય જાય છે. કોઈ પણ ડ્રેસને કમ્પ્લીટ લૂક દુપટ્ટાથી જ મળી છે. દુપટ્ટાને અલગ અલગ પ્રકારે નાખવાથી તમારી ડ્રેસિંગ સ્ટાઈલ બદલાઈ જાય છે. તો ચાલો જોઈએ દુપટ્ટાની ડ્રેપિંગ માટેની અલગ અલગ સ્ટાઈલ.
દુપટ્ટાને શૉલની જેમ રાખવો ખૂબ સરળ હોય છે આ સ્ટાઈલ દુપટ્ટો કેરી કરવાની સાથે એક શાનદાર લૂક આપે છે. કોઈપણ સિમ્પલ સૂટની સાથે હેવી દુપટ્ટાને આ પ્રકારે ડ્રેપ કરવાથી અને સાથે હેવી ઈયરરિંગ પહેરવાથી તમે સુંદર દેખાવાની સાથે ફેશનેબલ પણ દેખાશો. કોન્ટ્રાસ્ટિંગ દુપટ્ટાની ફેશન સદાબહાર છે. સફેદ સૂટ હોય કે પછી મિરર વર્કનો લહેંગો કોન્ટ્રાસ્ટિંગ દુપટ્ટાની સાથે ખૂબ જ સુંદર લાગે છે. તમે આવા દુપટ્ટાને વન સાઈડ કેરી કરી શકો છો.
31 માર્ચ પહેલાં જરૂર પતાવી દો આ 10 કામ, બેદરકારી રાખશો તો આવશે રોવાનો વારો
લહેંગાની સાથે મેચિંગ કલરનો દુપટ્ટો પણ તમને સ્ટાઈલિશ લૂક આપે છે. આવા દુપટ્ટાને તમે કોઈ પણ સ્ટાઈલે કેરી કરશો તો તે શાનદાર લૂક જ આપશે. ગળામાં દપટ્ટો ઓઢવો તે ખૂબ જ સરળ છે. તમે સૂટ કે પછી લહેંગાને સિમ્પલ અને અલગ લૂક આપવા માટે આ પ્રકારે રાખી શકો છો. જે તમને કોઈ પણ ફંક્શનમાં જબરજસ્ત લૂક આપશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube