પરણેલા ખાસ વાંચે, એકતા કપૂરે જાહેરમાં કહી દીધી મોટી વાત
એકતા કપૂરે સરોગસીથી માતા બનવાનું પસંદ કર્યું છે
મુંબઈ : પ્રસિદ્ધ ટીવી અને ફિલ્મ નિર્માતા એકતા કપૂરનું કહેવું છે કે આઝાદ વિચારવાળી મહિલા સાથે પ્રેમ કરવાનું તો સહેલું છે પણ તેની સાથે લગ્ન કરવાનો અનુભવ સાવ અલગ છે. એકતાએ આ વાતને તેની આગામી વેબ સિરિઝ કહને કો હમસફર હૈં 2માં દર્શાવી છે. એકતા હાલમાં જ સરોગસીથી માતા બની છે. તેણે લેખિકા તેમજ પત્રકાર અનુપમા ચોપડા સાથે પોતાના કામ તેમજ વ્યક્તિગત જીવનની ચર્ચા કરતી વખતે જીવનમાં આવતા બદલાવની વાત કરી છે. આ ચર્ચા વખતે એકતા સાથે વેબ સિરિઝના કલાકારો મોના સિંહ અને રોનિત રોય પણ હાજર હતા.
એકતાએ નિવેદન આપતા કહ્યું છે કે આઝાદ વિચારવાળી મહિલા સાથે પ્રેમ કરવાનું તો સહેલું છે પણ તેની સાથે લગ્ન કરવાનો અનુભવ સાવ અલગ છે અને વેબ સિરિઝમાં આ વાતને દર્શાવવામાં આવી છે. આ બીજી સિઝનમાં દર્શાવવામાં આવશે કે દિલ જે ઇચ્છે છે એ મેળવી લીધા પણ પણ શું ખુશ રહી શકાય છે? આ શોમાં સંબંધોની નાજુકતાને દર્શાવવામાં આવી છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ચાહકો માટે ખુશખબર, ટિકિટ વગર સિંગાપોર ફરવાનો ચાન્સ
કહને કો હમસફર હૈં 2માં પ્રેમ અને જિંદગીનો અનોખો અંદાજ દેખાડવામાં આવ્યો છે. એકતાએ જણાવ્યું છે મહિલાઓ આ પાત્ર સાથે પોતાની જાતને જોડાયેલી અનુભવે છે અને સિરિઝને જોવા માટે એપ ડાઉનલોડ કરી રહી છે.