નવી દિલ્હી: એક સ્વીડિશ યૂટ્યૂબરે એકતા કપૂરની સીરિયલ 'કસમ સે'ની પોતાના ટ્વિટર હેંડલ પર મજાક બનાવી તો એકતાથી રહેવાયું નહી. તેમણે ટ્વિટ કરી તેની ઝાટકણી કારી અને જૂનિયર આર્ટિસ્ટ કહી દીધું. જોકે સ્વીડિશ યૂટ્યૂબર PewDiePieએ પોતાના ટ્વિટર હેંડલ પર 'કસમ સે' સીરિયલની એક તસવીર શેર કરી અને તેની કેપ્શન આપી- 'સારી ક્વોલિટી' જ્યારે તે તસવીરની ક્વોલિટી ખૂબ જ ખરાબ હતી. ત્યારબાદ લોકો તેના પર રિસ્પોન્સ આપવા લાગ્યા. 






COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એકતાને તેની આ વાત સારી ન લાગી અને તેમણે ટ્વિટ કર્યું- 'ભાઇ તૂ કોણ છે. ફિરંગી જૂનિયર આર્ટિસ્ટની માફક લાગે છે, જે અમે કોલાબાથી હાયર કરીએ છીએ, જ્યારે પેરિસનો સીન ક્રિએટ કરવાનો હોય છે. તે પોતાના હમશક્લ કસમ સેમાં જ શોધશે. 



તમને જણાવી દઇએ કે એકતા કભી ખુશી કભી ગમ અને ગેમ ઓફ થ્રોન્સની રીમેક લાવવાનું વિચારી રહી છે. કભી ખુશી કભી ગમ માટે તો તેમણે ઘણા સ્ટાર્સને ફાઇનલ પણ કરી લીધા છે.