નવી દિલ્હી: ટીવી ક્વીન એકતા કપૂરનાના નાના શહેજાદા રવિ કપૂર અત્યાર સુધી કેમેરાથી દૂર હતો, પરંતુ હવે તે લાખ છુપાવવા છતાં પણ કેમેરામાં કેદ થઇ ચૂક્યો છે. એકતા આ વાતનું પુરતું ધ્યાન રાખે છે કે પુત્રનો ફોટો કોઇ તસવીરમાં ન આવી જાય. પરંતુ તાજેતરમાં જ જન્માષ્ટમી વખતે એકતાનો આ પ્રયત્ન નિષ્ફળ રહ્યો. રવિ કપૂરનો આ પહેલો વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વીડિયો તે સમયનો છે જ્યારે એકતા કપૂર પોતાના કાન્હા 'રવિ કપૂર'ને પહેલી જન્માષ્ટમી પર પૂજા માટે મંદિર લઇને ગયો હતો. એકતા જેવી જ રવિને લઇને ભગવાન સામે પહોંચી કે તરત જ ચહેરાની પહેલી ઝલક કેમેરામાં કેપ્ચર થઇ ગઇ. જુઓ આ વીડિયો..



આ વીડિયોમાં રવિએ ભગવાન કૃષ્ણવાળો પહેરેલો છે. પહેલાં રવિ એકતાના ખોળામાં જોવા મળે છે પરંતુ પૂજા કર્યા બાદ એકતા રવિને પોતાની સાથે આવેલી મહિલાને આપે છે. આ વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે એકતાએ રવિના ચહેરાને સંતાડવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે નિષ્ફળ રહ્યો. 


તમને જણાવી દઇએ કે આ વર્ષે 27 જાન્યુઆરીના રોજ એકતાએ પોતાના પહેલા પુત્ર રવિને સેરોગેસીની મદદથી જન્મ આપ્યો. હવે રવિ 7 મહિનાનો થઇ ચૂક્યો છે અને તે એકપળ પણ પોતાની મા વિના રહ્યો શકતો નથી. એટલા માટે રવિને 4 મહિનાની ઉંમરથી જ પોતાની સાથે ઓફિસ લઇ જવાનું શરૂ કરી દીધું હતું. જેથી તે પોતાના કામની સાથે-સાથે રવિનું પણ ધ્યાન આપે છે.


જી હાં. અમારી સહયોગી વેબસાઇટ ડીએનએના સમાચાર અનુસાર એક ઇન્ટરવ્યૂમાં એકતાએ જણાવ્યું કે તેમણે રવિ માટે પોતાની ઓફિસમાં જ બેબી સેટઅપ તૈયાર કરી લીધો છે. કારણ કે તેનાથી એકતાને પોતાના બાળકની આસપાસ કામ કરવાનું ગમે છે, અને તે તેની સાથે વધુમાં વધુ સમય પસાર કરી શકે છે.


તેમણે જણાવ્યું કે હવે તો પરિસ્થિતિ એવી ચેહ કે રવિની મિત્રતા તેમના એક નજીકના સ્ટાફના લોકો સાથે થઇ ગઇ છે. તેમની ઓફિસમાં બધા લોકો રવિને રમાડે છે. એમ કહેવું ખોટું નથી કે એક વર્કિંગ વુમન હોવાછતાં એકતાએ પોતાના પુત્રના ઉછેરમાં કોઇ ખોટ છોડી નથી.