નવી દિલ્હી: ભારતને ફરી એકવાર ગર્વ અનુભવ કરવાની તક મળી છે. એકતા કપૂર (Ekta Kapoor), તાહિરા કશ્યપ (Tahira Kashyap) અને ગુનીત મોંગાની (Guneet Monga) ટુકડીએ કમાલ કરી છે. આ જોડીની એક શોર્ટ ફિલ્મને ઓસ્કરમાં જગ્યા મળી છે. આ ફિલ્મને ઓસ્કરમાં જગ્યા મળતા જ આયુષ્માનની પત્ની તાહિરા અને એકતા કપૂરની ખૂશીનો કોઈ પાર નથી. ફિલ્મને Live Action Short Film કેટેગરી માટે સિલેક્ટ કરવામાં આવી છે. તેની સરખામણી 9 શાનદાર ફિલ્મો સાથે થવાની છે.


જેઠાલાલને બબીતાએ ખરી-ખોટી સંભળાવી, અય્યરે ધક્કો મારી ઘરમાંથી હાંકી કાઢ્યા


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટેલેન્ટેડ છે બિટ્ટૂની ડાયરેક્ટર
તમને જણાવી ધઇએ કે, આ શોર્ટ ફિલ્મનું નિર્દેશન કરિશ્મા દેવ દુબેએ (Karishma Dev Dube) કર્યું છે. કરિશ્મા સમાન્ય રીતે ન્યૂયોર્કથી છે પરંતુ તેના મૂળ ભારત સાથે જોડાયેલા છે. તેણે તેના ફિલ્મમેકિંગ કરિયરમાં ઘણા ખિતાબ પોતાના નામે કર્યા છે. એવામાં કરિશ્માના ડાયરેક્શનની ફિલ્મને ઓસ્કરમાં જવું તેના માટે ઘણી ખુશીની પળ હોઈ શકે છે. બિટ્ટૂ ઉપરાંત કરિશ્માની વધુ એક ફિલ્મ દેવીએ (Devi) પણ ઘણા ખિતાબ પોતાના નામે કર્યા હતા. ઓસ્કારમાં (Oscars) એન્ટ્રી મેળવતા પહેલા ફિલ્મને પહેલા જ 18 ફિલ્મ ફેસ્ટિવલમાં દેખાળવામાં આવી હતી અને ઘણા એવોર્ડ્સ તેના નામે છે. ત્યારે કરિશ્માને પણ બિટ્ટૂ માટે બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ (Best Director Award) મળ્યો છે. એવામાં હવે તમામને આશા છે કે, તેમની આ શોર્ટ ફિલ્મ હવે ઓસ્કારમાં પણ સફળતાનો ઝંડો લહેરાવશે.


આ રીતે ચાલતો હતો ગંદા Video નો વેપલો, અભિનેત્રી એક પોર્ન વીડિયો માટે આપતી હતી અધધધ..રૂપિયા


દિલને ટચ કરશે સ્ટોરી
ફિલ્મની સ્ટોરી બે બાળકીઓની મિત્રતા પર આધારિત છે. ફિલ્મને ડોક્યૂમેન્ટ્રીના અંદાજમાં શૂટ કરવામાં આવી છે. ફિલ્મમાં મિત્રતાની સ્ટોરી દેખાળવાની સાથે સાથે ઘણી સુંદરતાની સાથે કેટલાક મુદ્દાને પણ ટચ છે. ખુબ જ ઓછા ડાયલોગવાળી આ ફિલ્મ સશક્ત રીતે સરકારી સ્કૂલો અને તેમાં અભ્યાસ કરતા બાળકો પ્રતિ અજાણી વાતો વ્યક્ત કરે છે. મિડ મિલના નિરીક્ષણ કરવાની વ્યવસ્થાના મહત્વ પર પણ આ ફિલ્મમાં ભાર આપે છે.


Rajiv Kapoor ના અંતિમ સંસ્કાર: રણબીર કપૂરે આપી કાંધ, ભાવુક થયા રણધીર, જુઓ Photos


ફિલ્મના કલાકાર
બિટ્ટૂમાં રાની કુમારી (Rani Kumari), રૂનૂ કુમારી (Runu Kumari), કૃષ્ણા નેગી (Krishna Negi), મોનૂ ઉનિયલ (Monu Uniyal) અને સલમા ખાતૂમ (Salma Khatoom) જેવા કલાકારોને કાસ્ટ કરવામાં આવ્યા છે. આ કલાકારોના કારણે આ ફિલ્મ સમગ્ર દુનિયામાં ચર્ચાનો વિષય બની છે. હવે ઓસ્કારમાં આ ભારતનું પ્રતિનિધિત્વ કેટલું મજબૂતી સાથે કરે છે. તેના પર પણ લોકોની નજર છે. આશા છે કે, ઓસ્કારમાં લાંબા સમય બાદ પછી ભારતનો ઝંડો ઉંચાઈને સ્પર્શે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube