Emraan Hashmi Movies: બોલિવૂડ એક્ટર ઈમરાન હાશ્મી (Emraan Hashmi) એક સમયે સીરીયલ કિસર તરીકે જાણીતા હતા. મર્ડર ફિલ્મમાં મલ્લિકા શેરાવત સાથે બોલ્ડ સીન આપીને ફેમસ થયેલા ઈમરાન વિશે કહેવાય છે કે તેણે એક બે નહીં પરંતુ 28 અભિનેત્રીઓ સાથે ફિલ્મોમાં કિસિંગ સીન આપ્યા છે. ઈમરાન હાશ્મી (Emraan Hashmi Movies) મૂવીઝના દરેક બોલ્ડ સીન પર ફેન્સ ક્રેઝી થઈ જાય છે, પરંતુ શું તમે જાણો છો કે ઈમરાન હાશ્મીની પત્ની એક્ટર પાસેથી દરેક કિસ માટે ખાસ ગિફ્ટ લે છે...!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દરેક સીન પર પત્ની કરે છે પિટાઈ!
ઈમરાન હાશ્મી  (Emraan Hashmi Book)ના પુસ્તક 'ધ કિસ ઓફ લાઈફ'ના પ્રીમિયર દરમિયાન જણાવ્યું હતું કે તેની પત્ની તેના કિસિંગ સીનને જોયા પછી શું પ્રતિક્રિયા આપે છે. ઈમરાન  (Emraan Hashmi First Movie) એ કહ્યું હતું કે, 'મારો કિસિંગ સીન જોઈને પત્નીને હજુ પણ ઈર્ષ્યા થાય છે. શરૂઆતના સમયમાં મારી પત્નીને કિસિંગ સીનથી ઘણી તકલીફ પડતી હતી, તે મને બેગ વડે મારતી હતી. ઈમરાન હાશ્મીએ (Emraan Hashmi Age) વધુમાં કહ્યું કે 'પછી સમય બદલાયો, તે પણ ઈન્ડસ્ટ્રીની વસ્તુઓ સમજવા લાગી, હવે તે મને બેગથી નહીં પણ તેના હાથથી મારે છે. ઈમરાન હાશ્મીએ મજાકમાં કહ્યું કે, તે મને ક્યારેય જોરથી મારતી નથી.



ઈમરાન આપે છે કીમતી ભેટ!
ઈમરાન હાશ્મી બર્થડે તેના કિસિંગ સીન વિશે કહે છે, 'હું દરેક બોલ્ડ સીન પછી મારી પત્નીને મોંઘી બેગ ગિફ્ટ કરું છું, તેની તિજોરી બેગથી ભરેલી છે.' અભિનેતાએ તેની ફિલ્મો અને કિસિંગ સીન પર એમ પણ કહ્યું કે લોકો તેને કિસિંગ સીન માટે પસંદ કરે છે અને જે ફિલ્મમાં બોલ્ડ સીન નથી ચાલતા તે ફિલ્મ નથી ચાલતી. તમને જણાવી દઈએ કે, ઈમરાન હાશ્મી હવે બોલ્ડ ફિલ્મો અને કિસિંગ સીન્સથી દૂર ભાગવા લાગ્યો છે. ઈમરાન હવે એક્શન ફિલ્મો અને સસ્પેન્સ કન્ટેન્ટ તરફ વળ્યો છે.